Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલમાં પતિની શોધમાં નીકળેલી પરણીતાને પાડોશમાં રહેતા શખ્સે હવસનો શિકાર બનાવી

પતિ વાડીએથી પરત ન આવતા પરિણિતા હાંફળી-ફાંફળી બની હતી  ગોંડલ તાલુકાના કમઢીયા ગામે  ૩૫ વર્ષીય પરિણીતાનો પતિ સવારે વાડીએ ગયા બાદ ઘરે પરત ન આવતા પરિણીતા હાફળી ફાફળી બની હતી અને પતિની શોધ શરૂ કરી હતી દરમિયાન પાડોશમાં રહેતો અજય...
ગોંડલમાં પતિની શોધમાં નીકળેલી પરણીતાને પાડોશમાં રહેતા શખ્સે હવસનો શિકાર બનાવી
Advertisement

પતિ વાડીએથી પરત ન આવતા પરિણિતા હાંફળી-ફાંફળી બની હતી 

Advertisement

ગોંડલ તાલુકાના કમઢીયા ગામે  ૩૫ વર્ષીય પરિણીતાનો પતિ સવારે વાડીએ ગયા બાદ ઘરે પરત ન આવતા પરિણીતા હાફળી ફાફળી બની હતી અને પતિની શોધ શરૂ કરી હતી દરમિયાન પાડોશમાં રહેતો અજય સોલંકી ત્યાં આવી ચડતા તેને પુત્ર સાથે વાડીએ તપાસ કરવા મોકલ્યો હતો.

Advertisement

મહિલાનો પતિ દારૂ પીધેલ હાલતમાં બેભાન પડ્યો હતો

Advertisement

અજયે વાડીએ જઈને જોયું તો મહિલાનો પતિ દારૂ પીધેલ હાલતમાં બેભાન પડ્યો હતો અને અજયે મહિલાને વાડીએ આવવાનું કહેતા મહિલા વાડીએ જઈ રહી હતી ત્યારે અજય મહિલાના પુત્રને તેના પતિ પાસે બેસવાનું કહી રસ્તામાં સામે આવ્યો હતો અને એકલતાનો લાભ લઇ મહિલા પર દુષ્કર્મ ગુજારતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

પોલીસે આઈપીસી કલમ 376 મુજબ ગુનો નથી વધુ તપાસ પીએસઆઇ ઝાલા અને રાઇટર મુકેશભાઈ મકવાણાએ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ  જેણે મદદ કરી તેની જ પત્ની સાથે મનાવતો રંગરેલીયા, પતિએ કઢંગી હાલતમાં જોતા ઢાળી દીધું ઢીમ

Tags :
Advertisement

.

×