Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘઉંના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક વધારો, ક્વિન્ટલ ઘઉંનો ભાવ 2500થી 3500 રૂપિયા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા જ અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું છે. CNG-PNG, શાકભાજી તમામના ભાવ વધારા બાદ હવે ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય નાગરિક પર આ વર્ષે મોંઘવારીનો અજગરી ભરડો લાગ્યો છે. આ વર્ષે જે લોકોને ઘઉં લેવાના બાકી છે તેમને રેકોર્ડ બ્રેક ભાવ વધારો જોવા મળશે. જીહા, આ વર્ષે ઘઉંના ભાવમાં કિલો દીઠ 5થી 7 રૂપિયાનો વધારો થયો છે. એટલે કà«
ઘઉંના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક વધારો  ક્વિન્ટલ ઘઉંનો ભાવ 2500થી 3500 રૂપિયા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા જ અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થવાનું શરૂ થઇ ગયું છે. CNG-PNG, શાકભાજી તમામના ભાવ વધારા બાદ હવે ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. 
સામાન્ય નાગરિક પર આ વર્ષે મોંઘવારીનો અજગરી ભરડો લાગ્યો છે. આ વર્ષે જે લોકોને ઘઉં લેવાના બાકી છે તેમને રેકોર્ડ બ્રેક ભાવ વધારો જોવા મળશે. જીહા, આ વર્ષે ઘઉંના ભાવમાં કિલો દીઠ 5થી 7 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે, 100 કિલો ઘઉંનો ભાવ 500થી 700 રૂપિયાનો વધારો થયો છે. વળી ક્વિન્ટલ ઘઉંનો ભાવ 2500થી 3500 રૂપિયા છે. આટલો ભાવ વધારો લોકોએ 25 વર્ષમાં પહેલીવાર જોયો છે. મોંઘવારીએ આજે જનતાને ચારેબાજુએથી ઘેરી લીધી છે. ગેસ હોય, પેટ્રોલ હોય તમામ પ્રકારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થતા લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે.  
જોકે, આ બધા વચ્ચે ખેડૂતને સારો એવો લાભ મળી રહ્યો છે. મહત્વનું છે કે, સરકારે ચાલુ વર્ષે ટેકાનો ભાવ 100 કિલોના 2,015 રૂપિયા જાહેર કર્યા છે. એટલે કે 20 કિલોનો ટેકાનો ભાવ 403 રૂપિયા, જ્યારે બજારમાં ખેડૂતોને હાલ 20 કિલો ઘઉંના 440થી 700નો સારો ભાવ મળી રહ્યો છે. લગભગ આ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજાર ભાવ મળી રહ્યો છે. અનાજ પકવતા ખેડૂતો માટે આ સારી સ્થિતિ છે. ગત વર્ષે ખેડૂતોને મણે 345 થી 350નો જ ભાવ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં દેશની મંડીઓમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે. ખાનગી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ MSP કરતા વધુ ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખુશ છે. મહત્વનું છે કે, ઘણા રાજ્યોમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે અને અન્ય રાજ્યોમાં તેની ખરીદી શરૂ થવાની છે.
ઉલ્લેખનીય છે કે, સતત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થતા હવે ગૃહિણીઓને ઘર કેમ ચલાવવું સવાલ ઉભો થયો છે. સામાન્ય રીતે ભાવ વધારાની સૌથી વધુ અસર મધ્યમ વર્ગના લોકોને થાય છે. ત્યારે આ વર્ષે ઘઉંનો ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકોના ખિસ્સાને સીધી અસર થઇ છે.   
Advertisement
Tags :
Advertisement

.