Wheat Farm Fire: સાબરકાંઠાના વિવિધ સ્થળો પર ઘઉંનો પાક વીજ કરંટથી બળીને ખાખ
Wheat Farm Fire: સાબરકાંઠા જિલ્લા (Sabarkantha) ના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘઉંના ઉભા પાકમાં ખેતર (Farm) માંથી પસાર થતી વીજ લાઈન (Electricity) ના તણખા પડવાને કારણે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઈડરમાં આવેલ એક ખાનગી સ્કુલ પાછળના ખેતરમાં અંદાજે 3 એકર ઘઉં (Wheat) ના પાકમાં આગ લાગતાં પાક બળીની ખાખ થઈ ગયો છે.
- ઈડરમાં વીજ કરંટને કારણે ખેડૂતોને ભારે નુકસાન
- વીજ કરંટથી ખેતરોમાં આગ લાગી રહી
- ખેડૂતોએ વળતર આપવાને લઈ કરી માગ
મળતી માહિતી મુજબ 3 એપ્રિલના રોજ બપોરના સુમારે ઈડર-વલાસણા રોડ ઉપર આવેલ ઈલ્વદુર્ગ સ્કૂલ પાછળ ખાનગી ખેતર (Farming) માં ઘઉં (Wheat) ના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ખેતર (Farming) ની નજીક આવેલા વીજ ડીપી (Electricity) માંથી અચાનક વીજના તણખા ઘઉં (Wheat) ના પાક પર પડ્યા હતા. જેના કારણે ઘઉં (Wheat) ના સંપૂર્ણ પાક પર આંખના પલકારામાં આગ લાગી ફાટી નીકળી હતી.
વીજ કરંટને કારણે ખેતરમાં આગ ફાટી નીકળી હતી
આગને કારણે ઘઉં (Wheat) નો પાક સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયો છે. આ પહેલા પણ વડાલી તાલુકાના ભંડવાલ રામપુર વાસવા અને હાથરભા ગામે ઘઉં (Wheat) ના ઉભા પાકમાં આગ લાગતા ઘઉં (Wheat) નો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે માલૂમ પડ્યું કે વીજ કરંટને કારણે ખેતરમાં આગ ફાટી નીકળી હતી.
ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની કરી માગ કરી
બીજી બાજુ ઈડર તાલુકાના ભદ્રેસર ગામના ડુંગર ઉપર પણ આગ લાગી હતી. જેની લઈને ડુંગર ઉપરની વનરાજી પણ બળીને ખાખ થઈ હતી. જોકે ઇડર નગરપાલિકાની ફાયરબ્રિગ્રેડની ટીમને જાણ કરવામાં આવતા ડુંગર ઉપર લાગેલ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ પ્રકારની વિવિધ ઘટના બનવાને કારણે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની કરી માગ કરી છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો: VADODARA : કોમામાં સરી પડેલી દિકરીની સારવાર માટે વડાપ્રધાનની મદદની આશ
આ પણ વાંચો: એકવાર ફરી ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર, પોલીસને આપી ગર્ભિત ધમકી
આ પણ વાંચો: Bharuch : વ્યાજખોરના ત્રાસથી કંટાળી પિતાની આત્મહત્યા બાદ પુત્રે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો