Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'રકતદાન જીવનદાન બનાસકાંઠા' નામનું વોટ્સએપ ગ્રુપ, 5 મિત્રોથી ગ્રુપ શરૂ થચું

'જનસેવા એ જ પ્રભુસેવા' ને જીવનમાં ઉતારી 'રકતસેવા એજ જનસેવા' સૂત્ર પર ચાલી. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યુવકના પ્રયાસ થકી અનેક લોકોને મળ્યું છે નવજીવન. સોશિયલ મીડિયાના દુરપયોગ વિશે તો ઘણુ સાંભળ્યુ પરંતુ અહીં સોશિયલ મીડિયા જ અનેક જરૂરિયાતમંદ લોકો માટે બન્યું છે તારણહાર.સોશિયલ મીડિયાના ઉપયોગ થકી હજારો જિંદગી બચાવી શકાય છે તે વાતને બનાસકાંઠાના રવેલ ગામના યુવકે સાર્થક કરી છે. જે રà
 રકતદાન જીવનદાન બનાસકાંઠા  નામનું વોટ્સએપ ગ્રુપ  5 મિત્રોથી ગ્રુપ શરૂ થચું
'જનસેવા એ જ પ્રભુસેવા' ને જીવનમાં ઉતારી 'રકતસેવા એજ જનસેવા' સૂત્ર પર ચાલી. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યુવકના પ્રયાસ થકી અનેક લોકોને મળ્યું છે નવજીવન. સોશિયલ મીડિયાના દુરપયોગ વિશે તો ઘણુ સાંભળ્યુ પરંતુ અહીં સોશિયલ મીડિયા જ અનેક જરૂરિયાતમંદ લોકો માટે બન્યું છે તારણહાર.
સોશિયલ મીડિયાના ઉપયોગ થકી હજારો જિંદગી બચાવી શકાય છે તે વાતને બનાસકાંઠાના રવેલ ગામના યુવકે સાર્થક કરી છે. જે રકત ન મળી શકવાના કારણે પાંચ વર્ષ પહેલા હસમુખ પટેલે પોતાની બહેન ગુમાવી હતી. હસમુખભાઈની બહેનને ગંભીર બિમારી હતી અને તેમને દરરોજ બ્લ્ડની જરૂરિયાત રહેતી હતી, છઠ્ઠાદિવસે રકત ન મળવાના કારણે હસમુખભાઈની બહેનનું નિધન થયું. ત્યારે હસમુખભાઈએ નેમ લીધી કે મે તો મારી બહેનડી ગુમાવી પરંતુ અન્ય કોઈ મોભી કે પોતાના વ્હાલસોયા ના ગુમાવે .
હસમુખભાઈ 'રકતદાન જીવનદાન બનાસકાંઠા' નામનું વોટ્સએપ ગ્રુપ કર્યું. 5 મિત્રોથી આ વોટ્સએપ ગ્રુપ શરૂ થચું  અને લોકો આ ભગીરથ કાર્યમાં જોડાતા ગયા. આ ગ્રુપ વટવૃક્ષની જેમ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયું. ક્યાંય પણ કોઈને બ્લ્ડની બોટલની જરૂરિયાત હોય ત્યા આ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવે તેને પહેલા બ્લડબેન્કથી રક્ત પહોંચાડવાનોપ્રયાસ કરાય અને જો એ શક્ય ના બને તો ગ્રુપના જ કોઈ સદસ્ય  જરૂરિયાતમંદને લોહી પહોંચાડે છે અને અહીં લાભાર્થીને એક રૂપિયો પણ ચૂકવવો પડતો નથી.
બનાસકાંઠામાં દિયોદર, ભાભર સહિતના વિસ્તારોમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે તકલીફ સર્જાતા હોય છે તેવામાં આ વોટ્સએપ ગ્રુપ આશિર્વાદ સમાન સાબિત થાય છે. અત્યાર સુધી હજારથી પણ વધુ દર્દીઓને નવજીવન અપાયું છે.  ત્યારે બીજું કોઈ પોતે ભોગવેલી પીડા ન વેઠે તે માટે હસમુખભાઈએ આ ભગીરથ કાર્યનું બીડુ ઝડપ્યું અને સેવાયજ્ઞમાં એક પછી એક જોડાતા ગયા.
Advertisement
Tags :
Advertisement

.