Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી, કેપ્ટનનું નામ ચોંકાવી દેશે

West Indies Squad For T20 World Cup 2024 : આ વર્ષે T20 World Cup વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને અમેરિકા (America) માં યોજાવાનો છે. આ બીગ ટૂર્નામેન્ટ (Big Tournament) ને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે યજમાન ટીમ...
વેસ્ટ ઈન્ડિઝે t20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી  કેપ્ટનનું નામ ચોંકાવી દેશે

West Indies Squad For T20 World Cup 2024 : આ વર્ષે T20 World Cup વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને અમેરિકા (America) માં યોજાવાનો છે. આ બીગ ટૂર્નામેન્ટ (Big Tournament) ને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે યજમાન ટીમ વેસ્ટ ઈન્ડિઝે (West Indies) T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. શિમરોન હેટમાયર અને રોમારિયો શેફર્ડને 15 સભ્યોની ટીમમાં તક આપવામાં આવી છે. રોવમેન પોવેલ આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની કેપ્ટનશીપ કરશે. સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને પણ ટીમમાં જગ્યા મળી છે.

Advertisement

આ ખેલાડીને સોંપવામા આવ્યું ટીમનું સુકાન

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ટીમનું સુકાન રોવમેન પોવેલ (Rovman Powell) ને સોંપવામાં આવ્યું છે. આ સિવાય અલઝારી જોસેફ (Alzarri Joseph) ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય શમર જોસેફ પણ ટીમમાં સામેલ છે. વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ C માં છે. અહીંની અન્ય ટીમોમાં અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની (PNG) અને યુગાન્ડાનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝનું વર્લ્ડ કપ મિશન 2 જૂને ગુયાનામાં PNG સામેની મેચથી શરૂ થશે. આ ટીમમાં શિમરોન હેટમાયરને પણ તક આપવામાં આવી છે. તેને 2022 T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરી શકાયો નહતો. આ સિવાય આશ્ચર્યજનક નામ શમર જોસેફનું છે, જેણે માત્ર ત્રણ T20 મેચ રમી છે અને એક પણ વિકેટ લીધી નથી. તેણે હજુ સુધી આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી.

Advertisement

આ ખેલાડી વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ

આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ઝડપી બોલર શમર જોસેફ પણ ટીમનો એક ભાગ છે. જોસેફે હજુ સુધી એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. આટલું જ નહીં સ્ટાર બેટ્સમેન શિમરોન હેટમાયર પણ ટીમમાં પરત ફર્યો છે. હેટમાયરે વર્તમાન IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે સારું પ્રદર્શન કર્યું છે અને ફિનિશરની ભૂમિકા ભજવતી વખતે 184.44ના સ્ટ્રાઇક રેટથી 83 રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર કાયલ મેયર્સ અને ઝડપી બોલર ઓશાન થોમસને ટીમમાં સ્થાન મળ્યું નથી.

ટીમ ઓલરાઉન્ડરથી ભરેલી

ટીમ ઓલરાઉન્ડરથી ભરેલી છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે ટીમમાં રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, આન્દ્રે રસેલ, રોસ્ટન ચેઝ, શરફાન રધરફોર્ટ અને રોમારિયો શેફર્ડનો સમાવેશ કર્યો છે.

Advertisement

T20 વર્લ્ડ કપ 2024 ના ગ્રુપ

ગ્રુપ A - ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકા
ગ્રુપ B - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ C - ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ D - દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

T20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની 15 સભ્યોની ટીમ

રોવમેન પોવેલ (કેપ્ટન), અલઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શે હોપ, અકીલ હુસૈન, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ.

આ પણ વાંચો - ICC Rankings માં ટીમ ઈન્ડિયાનો વાગ્યો ડંકો, પાકિસ્તાનને નુકસાન તો ઓસ્ટ્રેલિયા બની બાદશાહ

આ પણ વાંચો - ICC T20 WC : વર્લ્ડ કપ માટે અમ્પાયરો અને મેચ રેફરીની યાદી બહાર પાડવામાં આવી, જુઓ કોણ કોણ કરાયું શામેલ

Tags :
Advertisement

.