Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Wayanad Lok Sabha Seat : BJP ની આ મહિલા ઉમેદવાર પ્રિયંકા ગાંધીને આપશે પડકાર!

ભાજપે વાયનાડથી ઉમેદવારની જાહેરાત કરી વાયનાડ લોકસભા સીટ પરથી નવ્યા હરિદાસને મેદાન નવ્યા હરિદાસ પ્રિયંકા ગાંધીને આપશે પડકાર ભાજપે (BJP) કેરળની વયનાડ લોકસભા સીટ (Wayanad Lok Sabha Seat ) પરથી નવ્યા હરિદાસ (Navya Haridas)ને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ગાંધી...
wayanad lok sabha seat   bjp ની આ મહિલા ઉમેદવાર પ્રિયંકા ગાંધીને આપશે પડકાર
  1. ભાજપે વાયનાડથી ઉમેદવારની જાહેરાત કરી
  2. વાયનાડ લોકસભા સીટ પરથી નવ્યા હરિદાસને મેદાન
  3. નવ્યા હરિદાસ પ્રિયંકા ગાંધીને આપશે પડકાર

ભાજપે (BJP) કેરળની વયનાડ લોકસભા સીટ (Wayanad Lok Sabha Seat ) પરથી નવ્યા હરિદાસ (Navya Haridas)ને મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સામે ચૂંટણી લડી રહેલી નવ્યા હરિદાસ (Navya Haridas) સોફ્ટવેર એન્જિનિયર છે. તે કેરળ ભાજપ (BJP) મહિલા મોરચાના મહાસચિવની જવાબદારી પણ નિભાવી રહી છે. હાલમાં નવ્યા કોઝિકોડના કારાપ્રોમ્પથી કાઉન્સિલનર છે. વર્ષ 2021 માં તેમણે કોઝિકોડ દક્ષિણથી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

તમને જણાવી દઈએ કે, પેટાચૂંટણી માટે ભાજપ (BJP) દ્વારા 25 ઉમેદવારોની જાહેરત કરવામાં આવી છે. બિહાર, આસામ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં ઘણી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની છે. જેને લઈને ભાજપે (BJP) પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો : Telangana : કેન્દ્રીય મંત્રીને વિરોધ કરવો ભારે પડ્યો, થઇ અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

કોણ છે નવ્યા હરિદાસ?

નવ્યા હરિદાસ (Navya Haridas) કેરળના કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે. આ ઉપરાંત તેઓ હાલમાં ભાજપમાં મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રીનું પદ સંભાળી રહ્યા છે. નવ્યા અગાઉ કોઝિકોડથી વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂકી છે.

Advertisement

વધુ ઘણા ઉમેદવારોની જાહેરાત...

આ ઉપરાંત ભાજપે (BJP) આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે.

આ પણ વાંચો : Jharkhand ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

24 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત...

ભાજપે હાલમાં 24 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે આસામની 3, છત્તીસગઢમાં 1, કર્ણાટક, કેરળ, બિહાર, મધ્યપ્રદેશમાં 2-2 અને પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં 6-6 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે નવ્યા, જે વાયનાડ સીટથી પ્રિયંકા સામે ચૂંટણી લડી રહી છે, તે કોઝિકોડ કોર્પોરેશનમાં બીજેપી સંસદીય દળની નેતા છે. જ્યારે ભાજપે એમપીની બુધની સીટ પરથી રમાકાંત ભાર્ગવને ટિકિટ આપી છે. આ સીટ પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે ખાલી કરી હતી. જે કેન્દ્રમાં મંત્રી છે. શિવરાજે આ સીટ પરથી પુત્ર કાર્તિકેય માટે ટિકિટની માંગણી કરી હતી.

13 નવેમ્બરે મતદાન થશે...

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાયનાડ સીટથી 23 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરશે. તમને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણીમાં વાયનાડ સિવાય રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. બંને જગ્યાઓ જીત્યા બાદ રાહુલે વાયનાડ સીટ ખાલી કરી હતી. હવે કોંગ્રેસે અહીંથી પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધી રોડ શો પણ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહેશે. 13 નવેમ્બરે 14 રાજ્યોની સીટો પર મતદાન થવાનું છે. 48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રની સીટો પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

આ પણ વાંચો : Chhattisgarh માં લેન્ડમાઈનમાં બ્લાસ્ટ, ITBP ના 2 જવાન શહીદ, 2 ઘાયલ

Tags :
Advertisement

.