Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2011 ના WORLD CUP માં જમાવી હતી દહેશત, ODI CRICKET માં ફટકાર્યા છે 67 ની એવરેજથી રન; હવે બની શકે છે ભારતના FIELDING COACH

GAUTAM GAMBHIR ની પસંદગી ભારતીય ટીમના હેડ કોચ તરીકે કરવામાં આવી છે. પરંતુ ભારતની ટીમને હજી પણ બોલિંગ અને ફિલ્ડિંગ કોચની તલાશ છે. બોલિંગ કોચ માટે ભારતના ત્રણ દિગ્ગજનું નામ સામે આવી રહ્યું છે. જેમાં ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને...
2011 ના world cup માં જમાવી હતી દહેશત  odi cricket માં ફટકાર્યા છે 67 ની એવરેજથી રન  હવે બની શકે છે ભારતના fielding coach

GAUTAM GAMBHIR ની પસંદગી ભારતીય ટીમના હેડ કોચ તરીકે કરવામાં આવી છે. પરંતુ ભારતની ટીમને હજી પણ બોલિંગ અને ફિલ્ડિંગ કોચની તલાશ છે. બોલિંગ કોચ માટે ભારતના ત્રણ દિગ્ગજનું નામ સામે આવી રહ્યું છે. જેમાં ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારનો સમાવેશ થાય છે. હવે ભારતના નવા ફિલ્ડિંગ કોચ માટે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. FIELDING પણ ક્રિકેટમાં એક ખૂબ જ અગત્યનું પાસું છે, તેટલા માટે તેના કોચ કોણ બનશે તે જાણવું પણ મહત્વની બાબત છે. હવે સામે આવતા અહેવાળોના અનુસાર, ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ NETHARLAND ના આ દિગ્ગજ ખેલાડી બની શકે છે. સામે આવેલા અહેવાલ અનુસાર, ગૌતમ ગંભીર તેમને કોચિંગ સ્ટાફમાં શામેલ કરવા માંગે છે.

Advertisement

Ryan ten Doeschate આવી શકે છે COACHING STAFF માં

KKR માં એક ખેલાડી તરીકે રમી ચૂકેલા અને હાલ પણ કોચિંગ સ્ટાફમાં ફરજ બજાવી રહેલા Ryan ten Doeschate ને ભારતની ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે નામ ગૌતમ ગંભીર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. Ryan ten Doeschate એ કેરેબિયન પ્રીમિયર લીગ, મેજર લીગ ક્રિકેટ અને ILT20માં પણ KKR સાથે કામ કર્યું છે. તેના અનુભવની કોઈ કમી નથી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, BCI ટી દિલીપને ફિલ્ડિંગ કોચ તરીકે જાળવી રાખવા માંગે છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે તે સહાયક કોચ તરીકે પણ જોડાઈ શકે છે.

INTERNATIONAL CRICKET માં છે પ્રભાવશાળી આંકડા

Advertisement

Ryan ten Doeschate વિશે વાત કરવામાં આવે તો તે INTERNATIONAL CRICKET નેધરલેન્ડ માટે રમી ચૂક્યા છે. તેમનો રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ખૂબ જ પ્રભાવશાળી છે. તેમની ODI ક્રિકેટના આંકડા ચોંકાવનારા છે. વનડે ક્રિકેટમાં તેની એવરેજ 67.00 રહી છે. તેણે 33 ODI મેચોની 32 ઇનિંગ્સમાં 1,541 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સર્વશ્રેષ્ઠ સ્કોર 119 રન રહ્યો છે. તેણે 5 સદી અને 9 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે વનડેમાં 55 વિકેટ લીધી હતી. તેણે 2011 વર્લ્ડ કપમાં બે સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. T20 ક્રિકેટમાં પણ તેમના આંકડા જોઈને આંખે વળગે તેવા છે. Ryan ten Doeschate એ T20 CRICKET માં 24 મેચમાં 41.0ની એવરેજથી 533 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : Rohit Sharma Viral Photo: ભારતને ભૂતે અપાવ્યો T20 World Cup, રોહિત શર્મા સાથે જોવા મળી આત્મા!

Advertisement

Tags :
Advertisement

.