Vyara: ઉનાઈ નાકા નજીક આવેલ ખ્રિસ્તી લોકોનું પ્રાથના ઘર ફરી વિવાદમાં આવ્યું
Vyara: તાપી જિલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી લોકો અને હિન્દુ સંગઠનો વચ્ચે ધર્માંતરણ સહિત ગેરકાયદેસર બાંઘકામ મુદ્દે વિવાદ થતો રહ્યો છે. ત્યારે વ્યારા નગરમાં હવે આ વિવાદ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે વિવાદને લઈને સ્થાનિક મામલતદાર સહિત પાલિકાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવી મામલો શાંત પાડયો હતો. નોંધનીય છે કે, ખ્રિસ્તી લોકોની પ્રાર્થના ઘર અત્યારે પણ ખુબ જ વિવાદમાં ચાલી રહ્યું છે. જેના કારણે મામલતદાર પણ અત્યારે મામલાને શાંત કરવા માટે મથામણ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા પણ એક વખથ ગામના લોકોએ વિરોદ કરીને કામ અટકાવી દીધું હતું.
હિંદુ સંગઠનો સહિત ગામનાં લોકોનો વિરોધ જોવા મળ્યો
તમને જણાવી દઇએ કે, વ્યારા નગરના વોર્ડ નંબર - 5 માં આવેલ ખ્રિસ્તી લોકોનું પ્રાથના ઘર ને અડીને ગેરકાયદેસર બાંઘકામને લઈને ગત મહિનાઓ પૂર્વે પણ હિંદુ સંગઠનો સહિત ગામનાં લોકોનો વિરોધ જોવા મળી રહ્યો હતો. ત્યારે ગત રાત્રિ દરમિયાન પણ ખ્રિસ્તી ધર્મના ઘરને અડીને ગેરકાયદેસર બાંઘકામ શરૂ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
મામલતદાર અને વ્યારા નગર પાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો
ઉલ્લેખનીય છે કે, વિવાદ જોતા વ્યારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિત વ્યારાના મામલતદાર અને વ્યારા નગર પાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. નોંધનીય છે કે, બાંધકમ અટકાવીમાં મામલો થાળે પાડયો હતો ત્યારે પ્રશ્નએ ઊભો થાય છે. આ વિવાદને લઈને હવે લોક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે, કેટલાંક રાજકીય નેતાઓના રહેમ નજર હેઠળ આ બાંઘકામ થઈ રહ્યું છે ત્યારે હવે આ વિવાદને આવનાર દિવસોમાં હવે આ ધાર્મિક મુદ્દાને કેવો રાજકીય રંગ મળે છે?