Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વભરમાં 'માનવસેવા એજ પ્રભુ સેવા'ના સુત્રને સાર્થક કરી રહ્યુ છે વિશ્વ ઉમિયાધામ, કરોડો લોકો માટે બન્યુ છે પ્રેરણા સ્ત્રોત

વિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબુત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.. આ સંસ્થાની ઓળખ છે તેની સામાજિક સેવાભાવી અને માનવતાવાદી પ્રવૃતિઓ. આ સંસ્થા સાત સમંદર પાર પણ વસુદૈવ કુટુમ્બકમની ભાવના અને રાષ્ટ્રપ્રેમની જ્યોતને વધુ પ્રજવલિત કરી રહી છે. મા ઉમિયા પ્રત્યેની...
વિશ્વભરમાં  માનવસેવા એજ પ્રભુ સેવા ના સુત્રને સાર્થક કરી રહ્યુ છે વિશ્વ ઉમિયાધામ  કરોડો લોકો માટે બન્યુ છે પ્રેરણા સ્ત્રોત

વિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબુત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.. આ સંસ્થાની ઓળખ છે તેની સામાજિક સેવાભાવી અને માનવતાવાદી પ્રવૃતિઓ. આ સંસ્થા સાત સમંદર પાર પણ વસુદૈવ કુટુમ્બકમની ભાવના અને રાષ્ટ્રપ્રેમની જ્યોતને વધુ પ્રજવલિત કરી રહી છે. મા ઉમિયા પ્રત્યેની પાટીદારોની આસ્થાને મૂર્તિમંતરુપ આપતા વિશ્વકક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું આયોજન કરનારા મા ઉમિયાધામ સંસ્થાનનું વૈશ્વિક સ્તરે મોટુ નામ છે. અમેરિકામાં પણ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે સમાજના ઉત્થાન માટેની વિવિધ શૈક્ષણિક, વ્યવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી યોજનાઓને અમલમાં મુકી રહ્યુ છે..

Advertisement

આ સંસ્થાના પ્રેસિડેન્ટ છે શ્રી આર.પી.પટેલ, આજે વિશ્વ ઉમિયાધામનો દુનિયાભરમાં જે જયજયકાર છે તેનો સમસ્ત શ્રેય જો કોઇને જતો હોય તો તે આર.પી.પટેલને જાય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં શા માટે જોડાવવું જોઇએ તેનું કારણ આપતા એક વખત શ્રી આર.પી.પટલે બહુજ સરસ વાત કહી હતી. .તેમણે કહ્યું  હતું કે આ ફાઉન્ડેશનની વિચારધારાનો મુખ્ય મુદ્દો છે  મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવી. વિચારધારાનો બીજો મુદ્દો છે પાટીદારોનું વૈશ્વવિક સંગઠન ઉભુ કરવું  અને ત્રીજો મુદ્દો છે આ સંગઠનના  આધારે સાામાજિક અને વ્યાપારિક શક્તિઓનું વૈશ્વિક જોડાણ કરવું .. તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજની તમામ સમર્થ વ્યકિતઓ, તમામ સંસ્થાઓની શક્તિઓને એક પ્લેટફાર્મ પર લાવી એક એવી સામાજિક ઉર્જા પેદા કરવી કે કે જેનાથી સમાજનો તીવ્ર ગતિથી વિકાસ થઇ શકે અને સર્વાંગી વિકાસ થઇ શકે.. તેમના આ શબ્દોને સાર્થક કરવા તેમણે અવિરત પ્રયાસ કર્યા છે..

Advertisement

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ન્યૂ જર્સી ચેપ્ટરના ચેરમેન શ્રી વી.પી.પટેલે જણાવે છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વૈશ્વિક સંસ્થા છે, અને આ વૈશ્વિક સંસ્થાના અમેરિકામાં 30 ચેપ્ટર છે, અને 30 ચેપ્ટર જુદા જુદા સ્ટેટમાં છે. તેમણે કીધુ તેમાં તેમની સાથે બીજા છ કોર્ડિનેટર પણ છે.

Advertisement

તેઓ કહે છે કે જે રીતે વડાપ્રધાન મોદી રાષ્ટ્રભાવના સાથે તમામ લોકોને સાથે લઇ પ્રજાના કાર્યો કરી રહ્યા છે, તેમ તેઓ યૂએસમાં તેમની રીતે જેટલાને પણ સપોર્ટ થાય એટલા લોકોને અને જ્યાં જયાં જરૂર પડે ત્યાં મદદ કરવાની તૈયારી સાથે આ સંસ્થામાં જોડાયા છે.

તેમણે કહ્યું માત્ર પાટીદાર જ નહીં તમામ સમુદાયના લોકોને સાથે રાખીને કામ કરવાની ભાવનાથી આ સંસ્થા ચાલે છે. સાથે જ તેમણે કીધુ કે તેમની સંસ્થા હિન્દુ સંસ્કૃતિના તમામ ઉત્સવ ઉજવે છે. જરૂરીયાતની સ્થિતિમાં જેમ કે કોવિડ સમયગાળામાં વેક્સિન માટે પણ ત્રણ કેમ્પ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એવું નક્કી કરાયુ છે કે કોઇપણ ગુજરાતી સ્ટુડન્ટ યૂએસમાં આવે ત્યારે જે- તે ચેપ્ટર દ્વારા તેને પિક અપ કરવામાં આવે, તેને રહેવાની વ્યવસ્થા આપે અને જ્યાં સુધી તેનું કોલેજનું અને એડમિશનનું કામ પુરુ ન થાય ત્યાં સુધીની મદદ કરવામાં આવશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યૂથ કાઉન્સિલના ચેરમેન દિનેશ પટેલે કહ્યું કે તેઓ 27 વર્ષથી યુએસમાં છે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જોડાવવાનું ખાસ કારણ એ છે કે આ સંસ્થા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે કામ કરી રહી છે, એ કામગીરી જોઇને તેઓ પ્રભાવિત થયા અને આ સંસ્થા સાથે જોડાયા..

તેમણે કહ્યું કે સંસ્થા દ્વારા શૈક્ષણિક, આરોગ્ય, કલ્ચરલ એમ બધી પ્રવૃતિઓ ન માત્ર ભારતમાં પણ અમેરિકામાં પણ થઇ રહી છે. કોઇપણ ભારતીય સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયામાં આવે કે કેનેડામાં કે પછી અમેરિકામાં..

વિશ્વ ઉમિયાધામના અલગ અલગ દેશોમાં 30 જેટલા ચેપ્ટર કાર્યરત છે આ ત્રીસેય ચેપ્ટર ભારતમાંથી આવેલા વિદ્યાર્થીઓને મદદ કરશે,, તેમનું પિક અપ કરવું તેમના રહેવાની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ અલગ-અલગ સેમિનાર કરે છે. જેમાં મેડિકલ સેમિનાર પણ શામેલ હોય છે.

તેમણે સંસ્થાના અલગ-અલગ ચેપ્ટરનો રોલ પણ ખુબજ સુંદર રીતે સમજાવ્યો. ચેપ્ટર દ્વારા ગ્રુપમાં દરેક પ્રોગ્રામની માહિતી લોકો સુધી પહોંચતી કરવામાં આવે છે. તેમણે કોવિડ દરમ્યાન સંસ્થાએ કઇ રીતે જરૂરયાતમંદોને મદદ કરી તેની પણ વાત કહી અને કહ્યું કે ત્યારે માત્ર એક વીકની અંદર ભારતમાં એક હજાર જેટલા ઓકિસજન કોન્સનટ્રેટર મોકલી અપાયા હતા, અને આરપી સાહેબે તેને જે જે જગ્યાએ જરુર હતી ત્યાં પહોંચાડ્યા હતા, એટલે માનવ સેવા પરમોધર્મને આ સંસ્થાએ સાર્થક કર્યો છે.

Tags :
Advertisement

.