Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતનો વિરપ્પન ગણાતો વિમલ મહેતા વાલિયાના રૂંધા ગામેથી ઝડપાયો 

અહેવાલ----દિનેશ મકવાણા, ભરૂચ  વિમલ મહેતા 12 વર્ષથી ચંદન ચોરી અને વેચાણનો વેપલો કરતો હતો 1000 કિલોથી વધુના જથ્થા સાથે ધરપકડ વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી નેત્રંગ વન વિભાગ અને ભરુચ એસ.ઑ.જીએ ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું રાજ્યમાં પ્રથમ વેળા મોટી...
ગુજરાતનો વિરપ્પન ગણાતો વિમલ મહેતા વાલિયાના રૂંધા ગામેથી ઝડપાયો 
અહેવાલ----દિનેશ મકવાણા, ભરૂચ 
  • વિમલ મહેતા 12 વર્ષથી ચંદન ચોરી અને વેચાણનો વેપલો કરતો હતો
  • 1000 કિલોથી વધુના જથ્થા સાથે ધરપકડ
  • વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી નેત્રંગ વન વિભાગ અને ભરુચ એસ.ઑ.જીએ ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું
  • રાજ્યમાં પ્રથમ વેળા મોટી માત્રમાં સફેદ ચંદનના લાકડા અને પાઉડરનો જથ્થો મળી ₹ 35.10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો 
ભરુચ જિલ્લાના નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરુચ એસ.ઑ.જીએ વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ પકડી પાડી ગુજરાતનો વિરપ્પન ગણાતા વિમલ મહેતા અને તેની પત્નીને અંદાજિત રૂપિયા 35.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ગુજરાતની સૌથી મોટી ચંદન ચોરી
ભરૂચ જિલ્લા ફોરેસ્ટ વિભાગે આ ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના ગણાવી છે. જેમાં સફેદ ચંદનના ટુકડા, ચિપ્સ, લાકડું, છાલ, મૂળ મળી 1000 કિલોથી વધુ ચંદન જપ્ત કરાયું છે.
તપાસ શરુ કરી
નેત્રંગ તાલુકાનાં હાથકુંડી અને જામુની ગામમાંથી ચંદન ચોરીની ઘટના બાદ નેત્રંગ વન વિભાગના આર.એફ.ઑ.સરફરાજ ઘાંચી અને વન વિભાગની ટીમોએ તેમજ ભરુચ એસ.ઓ.જીની ટીમોએ ચંદન ચોરીમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડ્યા માટે તપાસ હાથ ધરી હતી.
 બાતમીના આધારે રેઇડ પાડી
દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મળી હતી કે, વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાં દંપતીએ ચંદનના લાકડાનો જથ્થો સંતાડેલ છે. બાતમીના આધારે વન વિભાગની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા.વન વિભાગે સ્થળ પરથી ચંદનના 0.596 ઘનમીટર લાકડાના ગોળ આખા 45 ટુકડા,1478 કિલો ચિપ્સ, 282 કિલો પાઉડર અને 117 KG છાલ, 1825 kg ગદામણીના મૂળ તેમજ 60 kg અર્જુન સાદડની છાલ, 45 kg બિયો છાલ, 49 kg ખપાટ જડીબુટીનો જથ્થો મળી આવ્યો હતો.
વિકલાંગ વિમલ મહેતા અને તેની પત્નીને ઝડપી પાડ્યા
જ્યારે અન્ય જથ્થો સુરતના કામરેજ ખાતે એપાર્ટમેન્ટના ચોથા માળેથી મળી કુલ ₹35.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચંદન ચોરીમાં સંડોવાયેલ વિકલાંગ વિમલ મહેતા અને તેની પત્નીને ઝડપી પાડ્યા હતા.
12 વર્ષથી ચંદન ચોરી કરતો હતો
દંપતી છેલ્લા 12 વર્ષથી છૂટી છવાઈ જ્ગ્યા અને ઘરો ખેતરોમાં ચાલાકી પૂર્વક વેચાણ કરતાં હોવા સાથે આજુબાજુના રહીશોને પણ તેની ભનક નહીં આવે તે રીતે ચંદનના લાકડાની ચોરી કરી તેનું ખૂબ ઊંચા ભાવે વેચાણ કરતાં હતા. સાથે છોટાઉદેપુરથી ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતો પાસે અને ચોરીના ચંદનના લાકડા ખરીદી કરી ગેરકાયદેસર સંગ્રહ કરી મશીન વડે તેના ટુકડા કરતાં હોવાનું સામે આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.