Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad student: વલસાડમાં વિદ્યાર્થીઓ બનાવ્યું અનોખું સાધન, જાપાન સુધી પ્રશંસાના ફૂલ ગુંથાયા

Valsad student: Valsad માં આવેલા ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના બાળકે કમાલ કર્યો છે. Seashore વિસ્તારમાં એકઠા થતા કચરા અને ગંદકીને સાફ કરવા આ બાળકે બનાવેલું એક સામાન્ય લાગતું સાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. વિદ્યાર્થીએ...
valsad student  વલસાડમાં વિદ્યાર્થીઓ બનાવ્યું અનોખું સાધન  જાપાન સુધી પ્રશંસાના ફૂલ ગુંથાયા

Valsad student: Valsad માં આવેલા ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના બાળકે કમાલ કર્યો છે. Seashore વિસ્તારમાં એકઠા થતા કચરા અને ગંદકીને સાફ કરવા આ બાળકે બનાવેલું એક સામાન્ય લાગતું સાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે.

Advertisement

  • વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું સાધન
  • દરિયાઈ ગંદકી સાફ કરશે Beach Cleaner
  • જાપાનની પ્રતિયોગિતામાં સ્થાન મળ્યું
  • દરિયામાં 1600 કિમી સુધી ગંદકીનો સાફ કરી શકાય

વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું સાધન

શાળામાં ભણતા બાળકોની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવા સરકાર દ્વારા અવનવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે Valsad જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં અભ્યાસ કરતા એક શાળાના બાળકે એવું Unique Gadget બનાવ્યું કે જે જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જઈ રહ્યું છે.

Advertisement

Seashore સાફ કરશે બિચ ક્લીનર

ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળા માં ધોરણ આઠમાં અભ્યાસ કરી અને અત્યારે ગામની એક હાઇસ્કુલમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી છે જૈનીલ માંગેલા... જૈનીલ અને તેની શિક્ષિકાએ મળી Seashore સફાઈ કરવા માટે એક Unique Gadget બનાવ્યું છે જેને Beach Cleaner નામ આપ્યું છે. જેના મદદથી Seashore એકઠા થતાં કચરાને સરળતાથી અને ઝડપી સાફ કરી શકાય છે.

Japan ની પ્રતિયોગિતામાં સ્થાન મળ્યું

લોખંડ અને જાળીથી બનેલું આ પાવડા જેવું દેખાતું સાવ સામાન્ય સાધન લાગે છે. હવે Japan માં યોજાનારા એક સ્પર્ધામાં પસંદગી થતા. હવે આ નાનકડા ગામની શાળાનો Student દેશનું નામ રોશન કરવા japan જઇ રહ્યો છે. જેનીલ અને તેની શિક્ષિકાએ બનાવેલું આ Beach Cleaner નામનું Unique Gadget દેખાવે સાવ સામાન્ય લાગે છે પરંતુ તેનું કામ મહત્વનું છે.

Advertisement

દરિયામાં 1600 કિમી સુધી ગંદકીનો સાફ કરી શકાય

દરિયાની રેતીમાં પડેલા નાના કચરાને સાફ કરવું એટલું સરળ નથી. પરંતુ જેનીલે બનાવેલા આ Beach Cleaner ની વિશેષતા એ છે કે તે નાના કચરાને પણ સરળતાથી સાફ કરી શકે છે. જેથી Seashore એ થતી ગંદકીને અને કચરાના ઢગલાને દૂર કરી શકાય છે. આ સાધન રાજ્યના 1600 કિલોમીટરના લાંબા Seashore ફેલાતી ગંદકીને સાફ કરવા માં પણ મદદરૂપ થઈ શકે છે.

અહેવાલ રિતેશ પટેલ

આ પણ વાંચો: Kilkari mobile app: ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમી કરી લોન્ચ

Tags :
Advertisement

.