Vadodra BJP Office Inauguration: મુખ્યમંત્રીએ વડોદરામાં ભાજપના ઉમેદવારના પક્ષમાં તારીફના પુલ બાંધ્યા
Vadodra BJP Office Inauguration: લોકસભા ચૂંટણી 2024 ને લઈ દેશ, રાજ્યો અને જિલ્લાઓમાં નેતાઓ અને પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ માધ્યોમા દ્વારા નાગરિકોને રિઝવીને મતદાનની માગ કરવામાં આવી રહી છે. તેને લઈ દિગ્ગજ નેતાઓ વિશાળ જનસભાનું આયોજન કરીને નાગિરોકો સાથે સંવાદ કરતા જોવા મળે છે.
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે વડોદરાની મુલાકાતે
- વડોદરા લોકસભા ક્ષેત્રના ચૂંટણીના કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન
- વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગજોષી નો કરશે પ્રચાર
- સુભાનપુરા ઝાંસી કી રાની મેદાનમાં સભા સંબોધશે
ત્યારે આજરોજ વડોદરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા લોકસભા વિસ્તારના ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઉપરાંત વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાની મેદાન વિશાળ જનસભા સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીનો જોરશોરથી પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો: Mehsana Hindu-Muslim Marriage: ગુજરાતમાં સૌ પ્રથમવાર હિન્દુ મુસ્લિમ એકતા દર્શાવતા અનોખા સમૂહ લગ્ન
મુખ્યમંત્રીનું કાર્યક્રમમા આપેલું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતે પહેલી વાર દેશમાં કલેરીટી સાથે ભાજપના દિગ્ગદ નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટેનું વાતાવરણ બન્યું છે. કારણ કે... છેલ્લાં 10 વર્ષની અંદર દેશમાં ભૂતકાળની તુલનામાં સૌથી વધારે વિકાસના કામો સફળ થયા છે. આપણે આર્થિકરીતે 10 વર્ષની અંદર વિશ્વસ્તરે ટોપ 5 માં સ્થાન ધરાવીએ છીએ.
આ પણ વાંચો: Ahmedabad : જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ યુવા મતદારોએ લીધા મતદાનના શપથ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આજે કોઈપણ વ્યક્તિને 5 લાખ સુધીની આરોગ્ય સુવિધા આયુષ્માન કાર્ડ થકી સરળ બનાવી છે. તો બીજી તરફ આપણે ગુજરાતમાં તો 10 લાખ સુધીની આરોગ્ય સુવિધા પૂરી પાડી છે. તો દિવસે અને દિવસે ભાજપના દિગ્ગદ નેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકસિતના નવા માપદંડો સાકાર કરી રહ્યો છે.
જિલ્લાના ધારાસભ્ય, હોદ્દેદારો સહિત કાર્યકરો હાજર
તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતા વડોદરના ધારાસભ્ય, કલેક્ટર, ભાજપના આગેવાનો અને પાર્ટી કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ વખતે 400 પાર જીત હાંસલ કરવાનો સંકલ્પ ભાજપ સિદ્ધ કરી બતાવશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Chhotaudepur Unique Marriage: વરરાજા નહીં, પણ વરની બહેન દુલ્હન સાથે ફેરા ફરે