Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાજ્યના DGP વિકાસ સહાય શહેરની મુલાકાતે, જાણો શું કહ્યું

VADODARA : રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય (DGP GUJARAT - VIKAS SAHAY IPS) આજે વડોદરા (VADODARA) ની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમને વડોદરા પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર (GUARD OF HONOR) આપવામાં આવ્યું હતું. જે બાદ તેમની...
vadodara   રાજ્યના dgp વિકાસ સહાય શહેરની મુલાકાતે  જાણો શું કહ્યું

VADODARA : રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય (DGP GUJARAT - VIKAS SAHAY IPS) આજે વડોદરા
(VADODARA) ની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમને વડોદરા પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર (GUARD OF HONOR) આપવામાં આવ્યું હતું. જે બાદ તેમની વડોદરા પોલીસ તથા રેંજના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. ત્યાર બાદ તેમણે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું.

Advertisement

અલગ અલગ પ્રકારની ચુનૌતિઓ હતી

વડોદરાની મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે ((DGP GUJARAT - VIKAS SAHAY IPS)) જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે. સમગ્ર પ્રચારના સમયગાળા અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ્ડ કામગીરી કરવામાં આવી. ચૂંટણી કમિશનની જે માર્ગદર્શિકા હતી, જે આદેશે હતા, તે ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી, તે કામગીરીથી હું ગુજરાત પોલીસના વડા તરીકે સંતોષ, પ્રસન્નતા અને ગર્વ છે. આપણે જાણીએ છીએ કે, ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતિઓ હતી. તેનો સામનો કરવો, તેના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. ગુજરાતમાં ઘટના મુક્ત (ઇન્સીડન્ટ ફ્રી) લોકસભાની ચૂંટણીનું આયોજન થયું છે. ગુજરાત પોલીસની કામગીરી હતી તે અલગ અલગ પ્રકારની હતી. ચૂંટણી કમિશન તરફથી રાજ્ય પોલીસની કામગીરીને લઇ અમુક અપેક્ષાઓ હોય છે. જેને લઇને તેઓ માર્ગદર્શન, સુચન અને આદેશ આપે છે.

અનુભવોનું ફિડબેક લેવામાં આવ્યું

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે વડોદરા શહેર અને રેંજના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ થઇ. તેમના તરફથી લોકસભા ચૂંટણી અનુસંધાને સારી અને પ્રશંસનીય કામગીરી કરાઇ, અને જેના કારણે ચૂંટણીની પ્રક્રિયા સફળતા પૂર્વક અને શાંતિ પૂર્વક પાર પડી, તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેંજના તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા અને આભાર વ્યક્ત કર્યો, સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના અનુભવોનું ફિડબેક લેવામાં આવ્યું છે, અને અનુભવ શેરીંગનું સેશન રાખવામાં આવ્યું, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને પ્રચાર પૂર્ણ થયો તે બદલ ગુજરાત પોલીસ વતી હું રાજકીય પક્ષો અને મતદારોનો આભાર માનું છું. મતદાનના દિવસે ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ, સબયોગ અનેઅપેક્ષાી હોય છે, તે અપેક્ષા મુજબ સાથ સહકાર મળ્યો છે. તે બદલ તમામનો ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું. પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું. ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના કર્મચારીઓ આ પ્રકારની કામગીરી રહેશે તેવી આશા વ્યક્ત કરું છું.

Advertisement

ગાઇડલાઇન અનુસાર કરવાની હોય

તેમણે ઉમેર્યું કે, આપણે જાણીએ છીએ ચૂંટણીમાં અલગ અલગ પ્રકારની સેન્સીટીવીટી (સંવેદનશીલતા) હોય છે. કોમ્યુનલ લાઇન, કાસ્ટ લાઇન, પોલીટીકલ લાઇન, કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર હોઇ શકે તેની સામે તૈયારીઓ હોય છે. આ તૈયારી કરવામાં સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી કમિશનની ગાઇડલાઇન અનુસાર કરવાની હોય છે. લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ પ્રકારની સ્થાનિક અને રાજ્યકક્ષાએ ચુનૌતિયો હતી.

વહીવટી તંત્ર માટે પડકાર હોય જ છે

તેમણે જણાવ્યું કે, કોમ્યુનલ , કાસ્ટ, પોલીટીકલ, કાયદો અને વ્યવસ્થા, ફોર્સનું ડિપ્લોયમેન્ટ, સંવેદનશીલ વિસ્તારોની ઓળખ તમામ પ્રક્રિયા મતદાનના બે મહિના પહેલા ચાલુ થાય છે. આ સફળતા રાતોરાત નથી મળી, બે-ત્રણ મહિનાની મહેનત છે. દરેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મહેનત કરી છે. ક્યારેક સ્થાનિક ઇશ્યુ તેમની રીતે પડકાર બની જાય છે. કોઇ પણ ચૂંટણી સમગ્ર વહીવટી તંત્ર માટે પડકાર હોય જ છે. પોલીસનો અલગ પડકાર હોય છે. પોલીસે પડકારોને ઓળખી અને તેની સામે તૈયારીઓ કરી, જેમાં સફળતા મળી છે.

Advertisement

તેઓ સંતોષના ભાવ સાથે પરત ગયા

વધુમાં તેમણે ઉમેર્યું કે, પોલીસ કર્મીઓ અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ મોટી સંખ્યમાં ગુજરાતમાં આવ્યા હતા. મદદરૂપ થયા હતા. અને અલગ અલગ જગ્યાઓએ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી હતી. ગરમીના સમયમાં મતદાનના દિવસે પોલીસ અધિકારી અને કર્મચાારીઓને ફુડ પેકેટ, ઓઆરએસ, હાઇડ્રેશન માટે પણ ચિંતા કરવામાં આવી અને તેના માટે અલગથી ફંડ પણ મળ્યું હતું. તેનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા. તેઓ પણ સંતોષના ભાવ સાથે પરત ગયા છે. તેમણે તેમના એસપીનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત પોલીસે તેમના માટે રહેવા, જમવા, વાહનની સારી વ્યવસ્થા કરી હતી. તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે તેવી તૈયારી કરાઇ હતી. એક કિસ્સામાં તો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના કર્મચારી અને અધિકારીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે લોકોને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. અને અન્યને સારવાર મળી હતી.

આ પણ વાંચો -- VADODARA : પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA પર દુષકર્મનો આરોપ

Tags :
Advertisement

.