Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US Presidential Election 2024 : ટ્રમ્પે ચૂંટણી મંચ પર પત્ની મેલાનિયા સાથે કર્યો ડાન્સ

અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ટ્રમ્પ અને મેલાનિયાનો ડાન્સ રાષ્ટ્રપતિ પદ માટેની જંગ: ટ્રમ્પ અને હેરિસની સીધી ટક્કર ડોનાલ્ડ ટ્રમ્પની રેલી: સમર્થકોનો ઉમળકો ટ્રમ્પનું સ્વાગત: મેલાનિયાના લાગણીભર્યા શબ્દો US Presidential Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ...
us presidential election 2024   ટ્રમ્પે ચૂંટણી મંચ પર પત્ની મેલાનિયા સાથે કર્યો ડાન્સ
  • અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ
  • ટ્રમ્પ અને મેલાનિયાનો ડાન્સ
  • રાષ્ટ્રપતિ પદ માટેની જંગ: ટ્રમ્પ અને હેરિસની સીધી ટક્કર
  • ડોનાલ્ડ ટ્રમ્પની રેલી: સમર્થકોનો ઉમળકો
  • ટ્રમ્પનું સ્વાગત: મેલાનિયાના લાગણીભર્યા શબ્દો

US Presidential Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. આ ક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મેડિસન સ્ક્વેર ગાર્ડન રેલીને સંબોધિત કરી હતી. ખાસ વાત એ છે કે તે ચૂંટણી મંચ પર પત્ની મેલાનિયા સાથે તેઓ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રેલીમાં ઉમટેલી ભીડ આ ક્ષણનો આનંદ માણતી જોવા મળી હતી. આ દરમિયાન મેલાનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને 'અમેરિકાનો જાદુ' ગણાવ્યા હતા. ચૂંટણી મંચ પર ભૂતપૂર્વ પ્રથમ મહિલાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમર્થકોએ ટ્રમ્પની જીતના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

ટ્રમ્પ અને મેલાનિયાએ એકબીજાને કિસ કરી

મેલાનિયાએ ચૂંટણી મંચ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતા પહેલા ભીડ સાથે વાત કરી હતી. આ પછી ટ્રમ્પ અને મેલાનિયાએ એકબીજાને ગળે લગાવ્યા અને કિસ કરી. ત્યારબાદ પાછળથી સંગીત વાગવા લાગ્યું, જેને સાંભળીને ટ્રમ્પ ડાન્સ કરવા લાગ્યા. રેલીમાં હાજર રિપબ્લિકન સમર્થકો પણ નાચતા અને પૂર્વ રાષ્ટ્રપતિનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા. ન્યૂયોર્ક સિટીમાં ટ્રમ્પની ચૂંટણી રેલીમાં ઘણા ખાસ મહેમાનો પણ આવ્યા હતા, જેમાંથી RFK જુનિયર, તુલસી ગબાર્ડ, એલોન મસ્ક, ટકર કાર્લસન અને હલ્ક હોગન અગ્રણી છે. તેમને જોવા માટે હજારો ચાહકો ન્યૂયોર્કની શેરીઓમાં ઉમટી પડ્યા હતા.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર

અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે અઘરી રેસ ચાલી રહી છે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બંને સખત લડાઈવાળા રાજ્યોમાં લોકપ્રિય મત જીતવા માટે સખત મહેનત કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 47 ટકા મતદારો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હેરિસને સમર્થન આપે છે અને તે જ ટકા મતદારો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પને ચૂંટણીમાં સમર્થન આપશે. વ્હાઇટ હાઉસની રેસ જીતવા માટે 538 ઇલેક્ટોરલ વોટમાંથી 270 મત મેળવવા જરૂરી છે. આવા 7 રાજ્યો છે જ્યાં બંને ઉમેદવારો વચ્ચે ખૂબ જ ટક્કર છે. દેશના આગામી રાષ્ટ્રપતિ નક્કી કરવામાં તેમની નિર્ણાયક ભૂમિકા હશે. આ રાજ્યોમાં જ્યોર્જિયા, મિશિગન, એરિઝોના, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના, વિસ્કોન્સિન અને નેવાડાનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો:  અમેરિકાની ચૂંટણીમાં હિટલરની ચર્ચા કેમ? ઓબામાએ આપી ચેતવણી

Tags :
Advertisement

.