ભત્રીજીની અંગત તસ્વીરોના નામે કાકા કરતા હતા યુવતીને બ્લેકમેલ, હોટલના રૂમમાં બોલાવી અને...
- આરોપી યુવતીના કાકા-કાકી જ કરતા હતા શોષણ
- યુવતીની અંગત તસ્વીરો અને વીડિયો હતા બંન્ને પાસે
- કાકાએ યુવતીને હોટલમાં મળવા માટે બોલાવી હતી
નવી દિલ્હી : ઘટનાનો મુખ્ય આરોપી યુવતીના કાકાને પોલીસે ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલી રહી છે. રિોપર્ટ્સ અનુસાર યુવતીના કુંદનહલ્લી મેટ્રો સ્ટેશન પાસે આવેલી રાધા હોટલમાં પોતાની જીતને આગ લગાવી દીધી હતી.
બેંગ્લુરૂથી ચોંકાવનારો મામલો સામે આવ્યો
બેંગ્લુરૂથી એક પરેશાન કરનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવતીને પોતાના જ પરિવારજનો થકી બ્લેકમેઇલ થઇ રહી હતી. નોબલ ત્યાં સુધી આવી ગઇ કે યુવતીએ આત્મદાહ કરી લીધો હતો. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરી લીધો છે અને તપાસ ચાલુ કરી દીધી છે.
આ પણ વાંચો : Amreli: લેટરકાંડ મામલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર
એન્જીનિયર હતી યુવતી
મીડિયા રિપોર્ટ્સ અનુાર પોલીસે ગુરૂવારે જણાવ્યું કે, પ્રોફેશનલ રીતે એન્જીનિયર યુવતીએ હોટલના રૂમમાં પોતાની જાતને આગ લગાવી દીધી હતી. કથિત રીતે તે પોતાના કાકા-કાકીના હાથે બ્લેકમેલ થવાના કારણે પરેશાન હતી. પોલીસે જણાવ્યું કે, કાકા-કાકી યુવતીને તેના અંગત તસ્વીરો અને વીડિયો દ્વારા બ્લેકમેલ કરી રહ્યા હતા, જેના કારણે તે પરેશાન હતી.
ઘટનાના મુખ્ય આરોપી યુવતીના કાકા-કાકી
ઘટનાના મુખ્ય આરોપી યુવતીના કાકાને પોલીસે ધરપકડ કરી લીધી છે અને તપાસ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર યુવતીના કુદનહલ્લી મેટ્રો સ્ટેશન ખાતે રાધા હોટલમાં પોતાને આગ લગાવી દીધી હતી. ઘટના રવિવાર સાંજની છે. સમાચાર છે કે, યુવતીના કાકા તેને પરાણે હોટલમાં મળવા માટે બોલાવી હતી.
આ પણ વાંચો : Ahmedabad: પોલીસની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ચકચાર
યુવતી હોટલના રૂમમાં જવાનો ઇન્કાર કરતી રહી
વ્હાઇટ ફિલ્ડ પોલીસ ઉપાયુક્ત શિવકુમાર ગુણારે જણાવ્યું કે, યુવતી શરૂઆતમાં હોટલના રૂમમાં જવા માટે તૈયાર નહોતી પરંતુ અંગત તસ્વીરો અને વીડિયો પેરેન્ટ્સને મોકલવાની ધમકી આપી રહ્યો હતો. રૂમમાં યુવતીના અંકલ તેની રાહ જોઇ રહ્યા હતા. સમાચાર છે કે, પીડિતા સાથે પેટ્રોલ લઇને પહોંચી હતી અને રૂમની અંદર પોતાની જાતને આગ લગાવી દીધી હતી. હોસ્પિટલ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
યુવતીની માતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
મહિલાની માંનો આરોપ છે કે, પુત્રી પોતાના કાકા અને કાકી સાથે 6 વર્ષથી રહેતી હતી. પોલીસનું કહેવું છે કે, આરોપી પાસેથી પેનડ્રાઇવ મળી છે. સાથે જ કાકા અને કાકીની વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો : જો 2 MM ઘા ઉંડો હોત તો સૈફ અલી ખાન લકવો થઇ ગયો હોત, પગ થઇ જાત સુન્ન