Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતા બે શખ્સોની ધરપકડ

અમદાવાદમાં રીક્ષામાં બેસાડી લૂંટ કરનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ગીતાંમદિરથી નરોડા રીક્ષામાં મુસાફરી કરી રહેલા યુવક પર ચપ્પુથી હુમલો કરી મોબાઈલ અને રોકડ સહિતની લૂંટ આરોપીઓએ ચલાવી હતી.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વટવાથી બે શખ્સોની ધરપકડ કરી છે.નારોલ પોલીસે વટવાથી સાનુ કુરેશી અને મોહમદ તોફીક શેખ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.આ બન્ને આરોપીઓમાંથી એક સાનુ કુરેશી રીક્ષાચà
અમદાવાદમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતા બે શખ્સોની ધરપકડ
અમદાવાદમાં રીક્ષામાં બેસાડી લૂંટ કરનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ગીતાંમદિરથી નરોડા રીક્ષામાં મુસાફરી કરી રહેલા યુવક પર ચપ્પુથી હુમલો કરી મોબાઈલ અને રોકડ સહિતની લૂંટ આરોપીઓએ ચલાવી હતી.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વટવાથી બે શખ્સોની ધરપકડ કરી છે.
નારોલ પોલીસે વટવાથી સાનુ કુરેશી અને મોહમદ તોફીક શેખ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.આ બન્ને આરોપીઓમાંથી એક સાનુ કુરેશી રીક્ષાચાલક છે. 
અમદાવાદના નારોલમાં રહેતા પ્રદિપ રાજપૂત 8મી જૂનનાં રોજ સવારે પોતાનાં વતન બિહારથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે ગીતામંદિરથી નરોડા જવા માટે તેઓએ ઓટો રીક્ષા કરી હતી. રીક્ષામાં સવાર બન્ને આરોપીઓ યુવકને નરોડા લઈ જવાના બદલે જેતલપુર લઈ ગયા હતા અને ત્યાં રીક્ષામાં ચપ્પુથી હાથ પગમાં હુમલો કરી રોકડ રકમ, મોબાઈલ ફોન અને પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ મળીને 12 હજારનાં માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. 
ફરિયાદી પ્રદિપ રાજપુત પાસે અલગ અલગ દેશોની 7 ચલણી નોટો હતી, જે પણ  આરોપીઓ લૂંટી લીધી હતી. તેઓ યુવકને રીક્ષામાંથી ઉતારી બારેજા તરફ ફરાર થઈ ગયા હતા.
જોકે તે સમયે ફરિયાદીએ રીક્ષાનો નંબર જોઈ લીધો હતો અને તેનાં આધારે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.નારોલ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને વટવા પાસેથી ગુનામાં સામેલ બન્ને આરોપીઓને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા બન્ને આરોપીઓ દાણીલીમડા વિસ્તારમાં રહે છે અને નશાની ટેવ ધરાવે છે.  નારોલ પોલીસે આરોપીઓનો કોરોનાં ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.