Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch માં આત્મહત્યાના બે બનાવ! એક પોલીસ કૉન્સ્ટેબલે અને 16 વર્ષિય કિશોરે સંકેલી પોતાની જીવનલીલા

Bharuch: ભરૂચ પંથકમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આપઘાતના વધતા જતા બનાવ ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે. મળથી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, ભરૂચ (Bharuch)ના પોલીસ હેડ કૉન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આત્યહત્યા...
bharuch માં આત્મહત્યાના બે બનાવ  એક પોલીસ કૉન્સ્ટેબલે અને 16 વર્ષિય કિશોરે સંકેલી પોતાની જીવનલીલા

Bharuch: ભરૂચ પંથકમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આપઘાતના વધતા જતા બનાવ ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે. મળથી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, ભરૂચ (Bharuch)ના પોલીસ હેડ કૉન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આત્યહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની અરમાન દાંડિયા બજાર પોલીસ ચોકીમાં ફરજ નિભાવતા હેડ કૉન્સ્ટેબલ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આખરે શા માટે પોલીસ કૉન્સેબલે આત્મહત્યા

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે હેડ કૉન્સ્ટેબલ (Police constable)ને ડિપ્રેશન (Depression)ની દવા ચાલુ હતી, જેને લઇને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ બાબતે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મળતી જાણકારી પ્રમાણે હેડ કૉન્સ્ટેબલ અશોક બળીયાવદરા (Head Constable Ashok Baliavadara)ના હોય પંખાના હુંક સાથે ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. આખરે શા માટે પોલીસ કૉન્સેબલે આત્મહત્યા કરી તે કારણ હજી સામે આવ્યું નથી. આ મામલે તપાસ ચાલી રહીં છે.

એક દિવસમાં બે આત્મહત્યાના બનાવો બન્યાં

અંકલેશ્વર (Ankleshwar)માં એક બીજો પણ આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વરની સોસાયટીમાં 16 વર્ષના કિશોરે 10માં બીજી વખત ફેલ થતાં ગળે ફાંસો લગાવ્યો. નોંધનીય છે કે, 16 વર્ષના કિશોરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ સાથે સમગ્ર પંથકમાં પણ અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

16 વર્ષિય કિશોરે પોતાની જીવનલીલા સંકેલી લીધી

વધુમાં વાત કરવામાં આવે તો, અંકલેશ્વર (Ankleshwar)માં ધોરણ 10માં સતત બીજી વખત ફેલ થતાં કુલદીપ નામનો 16 વર્ષીય કિશોર ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરીક્ષામાં બીજી વખત પણ ફેલ થતા ડિપ્રેશનમાં આવેલા 16 વર્ષિય કિશોરે પોતાની જીવનલીલા સંકેલી લીધી અને આપઘાત કરી લીધો છે. પોતાના દીકરાએ આત્મહત્યા કરી લેતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં અત્યારે ભારે શોકનો માહોલ છે.

આ પણ વાંચો: GPSC: વર્ગ – 1/2 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર, મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર

આ પણ વાંચો: Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

Advertisement
Tags :
Advertisement

.