Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Transformer Car : આંખના પલકારામાં જ રૂપ બદલી નાખે છે આ કાર!, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો Video

તુર્કીની એક ઓટોમોટિવ કંપનીએ BMW 3 સિરીઝ સેડાન પર આધારિત ટ્રાન્સફોર્મર કાર પ્રોટોટાઇપ બનાવી છે. આ પ્રોટોટાઈપ બિલકુલ હોલીવુડની પ્રખ્યાત સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ 'ટ્રાન્સફોર્મર્સ' સીરિઝમાં જોવા મળતી કાર જેવી છે. આ કાર થોડી જ વારમાં રોબોટનું રૂપ ધારણ કરી...
transformer car   આંખના પલકારામાં જ રૂપ બદલી નાખે છે આ કાર   આનંદ મહિન્દ્રાએ શેર કર્યો video

તુર્કીની એક ઓટોમોટિવ કંપનીએ BMW 3 સિરીઝ સેડાન પર આધારિત ટ્રાન્સફોર્મર કાર પ્રોટોટાઇપ બનાવી છે. આ પ્રોટોટાઈપ બિલકુલ હોલીવુડની પ્રખ્યાત સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ 'ટ્રાન્સફોર્મર્સ' સીરિઝમાં જોવા મળતી કાર જેવી છે. આ કાર થોડી જ વારમાં રોબોટનું રૂપ ધારણ કરી લે છે. તમે ફિલ્મમાં જોયું હશે તેવું બધું થાય છે. આ કારને તુર્કીની કંપની LETRONS દ્વારા બનાવવામાં આવી છે અને કંપની દ્વારા તેના R&D સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

Advertisement

આનંદ મહિન્દ્રાને આશ્ચર્ય થયું

BMW 3 સિરીઝની સેડાન પર આધારિત આ ટ્રાન્સફોર્મર કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ કારનો વીડિયો શેર કરતાં મહિન્દ્રાના ઓટોમોટિવ ટેક્નોલોજી અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના પ્રમુખ એ. વેલુસ્વામીને ટેગ કરીને, તેમણે લખ્યું, "એક વાસ્તવિક જીવનનું 'ટ્રાન્સફોર્મર' તુર્કીની એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, આપણે પણ અમારા R&D સેન્ટરમાં તેનો આનંદ લેવો જોઈએ!"

Advertisement

ટ્રાન્સફોર્મર કાર 6 વર્ષ પહેલા બની હતી

તમને જણાવી દઈએ કે આ કોઈ નવી ટેક્નોલોજી કે કાર નથી, પરંતુ લેટ્રોન્સે ઓક્ટોબર 2016 માં આ કાર બતાવી હતી અને તેનો એક વીડિયો પણ YouTube પર શેર કર્યો હતો. આ વીડિયોમાં કાર બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલી માહિતી શેર કરવામાં આવી હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ કાર તેની જગ્યાએ ઊભી છે અને થોડી જ વારમાં તે રોબોટના આકારમાં પરિવર્તિત થઈ જાય છે. હોલિવૂડની ફિલ્મમાં પણ આવું જ કંઈક બતાવવામાં આવ્યું હતું.

Advertisement

રસપ્રદ વાત એ છે કે, આ કારને પણ ચલાવી શકાય છે, જૂના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ કાર ધીમી ગતિએ આગળ વધે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, તેનું માથું ડાબે અને જમણે ખસી શકે, આ સિવાય તેના હાથની આંગળીઓમાં પણ હલનચલન આપવામાં આવ્યું છે. કંપનીએ તેના માથામાં એલઇડી લાઇટ સાથે આંખો બનાવી છે. જ્યારે આ કાર તમારી સામે રોબોટનું રૂપ ધારણ કરે છે, ત્યારે તમને ટ્રાન્સફોર્મર્સ મૂવી સિરીઝ યાદ આવે છે. જો કે, તે સામાન્ય કારની જેમ વધુ ઝડપે ચલાવી શકાય છે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી.

આ પણ વાંચો : Car Launch : Hyundai એ સ્પોર્ટી લૂક અને શાનદાર એડવેન્ચર એડિશન સાથે લોન્ચ કરી Creta અને Alcazar, જાણો શું છે ખાસિયતો…

Tags :
Advertisement

.