ડભોઇના સ્મશાનની કાયાપલટની શરુઆત
વડોદરા જીલ્લાના (Vadodara)ડભોઇ (Dabhoi) શીતળાઈ તળાવ પાસે આવેલા સ્મશાન ઘાટની આસપાસ ગંદકી અને સ્મશાન ઘાટની ખરાબ હાલત બાદ હવે કાયાપલટ કરવાની શરુઆત કરાઇ છે. સ્મશાન ઘાટની હાલત ખરાબ હતીડભોઇના શીતળાઇ તળાવ પાસેના સ્મશાન ઘાટની ખરાબ હાલત હતી જેથી હિન્દુ સમાજની લાગણી દુભાતા ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાને આ અંગેની રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના પ્રયાસથી એલ.એન્ડ .ટી ક
Advertisement

વડોદરા જીલ્લાના (Vadodara)ડભોઇ (Dabhoi) શીતળાઈ તળાવ પાસે આવેલા સ્મશાન ઘાટની આસપાસ ગંદકી અને સ્મશાન ઘાટની ખરાબ હાલત બાદ હવે કાયાપલટ કરવાની શરુઆત કરાઇ છે.
સ્મશાન ઘાટની હાલત ખરાબ હતી
ડભોઇના શીતળાઇ તળાવ પાસેના સ્મશાન ઘાટની ખરાબ હાલત હતી જેથી હિન્દુ સમાજની લાગણી દુભાતા ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાને આ અંગેની રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના પ્રયાસથી એલ.એન્ડ .ટી કંપની એ સી.એસ.આર ફંડમાંથી ડભોઇ શીતળાઈ સ્મશાનને રીનોવેશનનું કામ શરુ થયું હતું.

પહેલા તબક્કાનું કામ પુરુ
જે અંતર્ગત પ્રથમ તબક્કામાં સ્મશાનની બહાર કચરાના ઢગલાને હટાવી તમામ ગંદકી દૂર કરવામાં આવી છે.તેમજ પેવર બ્લોક,કલરકામ તેમજ રીપેરીંગ કામ પૂર્ણ થવાના આરે છે.જ્યારે બીજા તબક્કા માં સ્માશાનનું સ્લેબ ઊંચું લેવામાં આવશે તથા ચીમની મુકવામાં આવશે. શીતળાઈ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવશે તથા સ્મશાનની બહાર વૃક્ષારોપણ કરી સ્મશાન ને સ્વચ્છ તેમજ આધુનિક બનાવવામાં આવશે.