દેશ વિદેશમાં વસતા બહેનની રાખડી ભાઈ સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ બન્યું સજ્જ
રક્ષાબંધનના પવિત્ર તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોટાભાગની બહેન પોતા ભાઇને રાખડી મોકલ માટેની તૈયારી કરી રહી છે. બહેનની રાખડી પોતાના ભાઈને સમયસર મળી જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. વોટર પ્રફુ રાખડી કવર પણ પોસ્ટ ઓફિસે બહાર પડ્યા છે.અને રાખડી મોકલનાર રજીસ્ટર કરાવે તેમાં પોતાના મોબાઈલ નંબર લખે તો રાખડી પહોંચી જાય એટલે રજીસ્ટર કરેલા નમ્બર પર પોસ્ટ દ્વારા મેસેજ પણ
રક્ષાબંધનના પવિત્ર તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોટાભાગની બહેન પોતા ભાઇને રાખડી મોકલ માટેની તૈયારી કરી રહી છે. બહેનની રાખડી પોતાના ભાઈને સમયસર મળી જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. વોટર પ્રફુ રાખડી કવર પણ પોસ્ટ ઓફિસે બહાર પડ્યા છે.અને રાખડી મોકલનાર રજીસ્ટર કરાવે તેમાં પોતાના મોબાઈલ નંબર લખે તો રાખડી પહોંચી જાય એટલે રજીસ્ટર કરેલા નમ્બર પર પોસ્ટ દ્વારા મેસેજ પણ મોકલવામાં આવે છે.આજે દરેક દેશમાં ગુજરાતીઓ વસે છે.અને બહેનો પોતાના ભાઈને રાખડી મોકલાવે છે. ત્યારે અમેરિકા, ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા,કેનેડા રાખડી મોલકવામાં આવે છે. સાદા પોસ્ટકાર્ડ થી લઈ સ્પીડપોસ્ટમાં રાખડી મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
Advertisement
વિદેશમાં સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવા માટે અલગ અલગ ચાર્જ હોય છે. જેમાં અમેરિકા સ્પીડ પોસ્ટમાં રાખડી મોકલવી છે તો અંદાજે 1829નો ચાર્જ લાગે છે.કેનેડા સ્પીડપોસ્ટમાં રાખડી મોકલવા માટે 1392 રૂપિયાનો ચાર્જ લાગે છે. જયારે ઓસ્ટ્રેલિયા સ્પીડપોસ્ટમાં રાખડી મોકલવાના ચાર્જ અંદાજીત 1150 રૂ. થાય છે. પરંતુ બહેનોની રાખડી સમયસર ભાઈઓ સુધી પહોંચાડવા માટે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સજ્જ જોવા મળી રહી છે