Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાનને વિરાજમાન કરાય તે પહેલા મંદિરના પટાંગણમાં પ્રભુની નજર ઉતારવામાં આવી

145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્નઅષાઢી ત્રીજ પર ભગવાનની કરાઈ મહાઆરતીમંદિર પટાંગણમાં જ ભગવાનની ઉતારાઈ નજરભગવાન જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાનગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિતઅષાઢી બીજનો મહાપર્વ આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે અને નગરની દિવસભર યાત્રા કરી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા હવે ફરી મંદિરમાં વિરાજમાન થયા છે. રથયાત્રા બાદ બીજા દિવà
ભગવાનને વિરાજમાન કરાય તે પહેલા મંદિરના પટાંગણમાં પ્રભુની નજર ઉતારવામાં આવી
  • 145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
  • અષાઢી ત્રીજ પર ભગવાનની કરાઈ મહાઆરતી
  • મંદિર પટાંગણમાં જ ભગવાનની ઉતારાઈ નજર
  • ભગવાન જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત
અષાઢી બીજનો મહાપર્વ આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે અને નગરની દિવસભર યાત્રા કરી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા હવે ફરી મંદિરમાં વિરાજમાન થયા છે. રથયાત્રા બાદ બીજા દિવસે પણ મંદિરમાં જોવા મળી ભકતોની ભારે ભીડ.
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભારે ઉત્સાહ સાથે લાખો ભકતોની મેદની વચ્ચે અષાઢી બીજ પર સંપન્ન થઈ છે. અષાઢી ત્રીજના પર્વ પર આખરે જગન્નાથજીને મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાનને વિરાજમાન કરવામાં આવે તે પહેલા મંદિરના પટાંગણમાં પ્રભુની નજર ઉતારવામાં આવી હતી. પ્રભુના દર્શન માટે વહેલી સવારથી મંદિરમાં ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીના વાઘા બદલવામાં આવ્યા હતા ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી ઉતારવામાં આવી હતી.
મંદિરમાં પ્રવેશતા પહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ મંદિરના પટાંગણમાં રાતવાસો કર્યો હતો. ભગવાનની મહાઆરતીમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યવસ્થા તંત્ર અને પોલીસની કામગીરીને બિરદાવી હતી.
ભગવાન હવે ફરી મંદિરના ગર્ભ ગૃહમાં વિરાજમાન થયા છે. રથયાત્રાની તૈયારીઓ જળયાત્રા પૂર્વેથી થઈ જતી હોય છે.... જ્યાં સુધી રથયાત્રાનો દિવસ ન આવે ત્યા સુધી મંદિર પરિસરમાં જાણે ઉત્સવનો માહોલ હોય તેવી અનુભૂતિ ભકતો કરતા હોય છે. ત્યારે અત્યારથી જ ભકતોની આંખ આવનારી રથયાત્રા માટેની રાહ જોવા લાગી છે.
Advertisement
Tags :
Advertisement

.