અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલ લાવ્યા, જ્યાં સ્ટ્રેચરમાંથી પડી જતા ફરી ગંભીર ઇજા થઇ
આપણા ગુજરાતીમાં એવું કહેવાય છે કે જો નસીબ ખરાબ હોય તો ઉંટ પર બેઠા હોય તો પણ કૂતરું કરડે છે. એટલે કે નસીબ ખરાબ હોય ત્યારે કોઇ પણ રીતે મુસીબત આવે છે. તે પણ એક નહીં પરંતુ બધી બાજુએથી આવે છે. એવી એવી મુસીબતો આવે છે કે તમે ક્યારેય વિચાર્યુ પણ ના હોય. એટલે જ હિંદીમાં પણ એક પ્રચલિત વાક્ય છે કે આસમાન સે ગીરા ખજૂર પે અટકા. મધ્ય પ્રદેશમાં આ પ્રકારની જ એક ઘટના પ્રકાશમાં આવી છે.જો કે આ ઘટના પાછળ તો પ્àª
Advertisement
આપણા ગુજરાતીમાં એવું કહેવાય છે કે જો નસીબ ખરાબ હોય તો ઉંટ પર બેઠા હોય તો પણ કૂતરું કરડે છે. એટલે કે નસીબ ખરાબ હોય ત્યારે કોઇ પણ રીતે મુસીબત આવે છે. તે પણ એક નહીં પરંતુ બધી બાજુએથી આવે છે. એવી એવી મુસીબતો આવે છે કે તમે ક્યારેય વિચાર્યુ પણ ના હોય. એટલે જ હિંદીમાં પણ એક પ્રચલિત વાક્ય છે કે આસમાન સે ગીરા ખજૂર પે અટકા. મધ્ય પ્રદેશમાં આ પ્રકારની જ એક ઘટના પ્રકાશમાં આવી છે.
જો કે આ ઘટના પાછળ તો પ્રશાસનની બેદરકારી જવાબદારી છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનની અંદર આવેલી સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી લિફ્ટ બંધ છે. જેથી દર્દીઓને સીડીઓ ચડીને બીજા માળે જવું પડે છે. ચાલવામાં અશક્ત અથવા તો ગંભીર દર્દીઓને સ્ટ્રેચચરમાં ઉપર ચડાવવામાં આવે છે. ત્યારે આવી રીતે જ સ્ટ્રેચરમાં એક દર્દીને જ્યારે ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે નીચે પડી જતા તેને ગંભીર ઇજાઓ થઇ છે.
ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં ભૂતકાળમાં ઘણીબે દરાકારી સામે આવી છે. જો કે આ વખતે હદ થઈ ગઈ છે. આગ્રા રોડ પર બાઇક પરથી પડી ગયેલા ઘાયલ વ્યક્તિને જિલ્લા હોસ્પિટલના વોર્ડમાં ખસેડવામાં આવ રહ્યો હતો. દર્દીને સ્ટ્રેચર પર સુવડાવીને સીડીઓથી નીચે ઉતારવામાં આવી રહ્યો હતો, પરંતુ તે સમયે દર્દી સ્ટ્રેચર પરથી પડી ગયો. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ
આગરા રોડ પર બાઇક પરથી પડી જવાથી 35 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. જેને ડાયલ 100માં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને બી વોર્ડમાં શિફ્ટ કરવા કહ્યું હતું. જૂની લિફ્ટ બંધ હોવાને કારણે હોસ્પિટલના કર્મચારી પ્રેમચંદ્ર નાહર, પ્રેમ માલવિયા, ધર્મેન્દ્ર અને મુકેશ ઘાયલને સ્ટ્રેચર પર સુવડાવીને વોર્ડમાં લઈ જઈ રહ્યા હતા. તે સમયે યુવક સ્ટ્રેચર પરથી પડી ગયો હતો.