Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Singapore: ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ બન્યા સિંગાપોરના રાષ્ટ્રપતિ 

ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે (Tharman Shanmugaratnam) સિંગાપોર (Singapore)ના રાષ્ટ્રપતિ (President) પદ માટે ચૂંટણી જીતી છે. અહેવાલ અનુસાર, ચૂંટણી વિભાગે શુક્રવારે જાહેરાત કરી હતી કે શનમુગરત્નમ 70.4 ટકા વોટ સાથે જીત્યા છે. નવમા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું સિંગાપોરમાં નવમા...
singapore  ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ બન્યા સિંગાપોરના રાષ્ટ્રપતિ 
ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે (Tharman Shanmugaratnam) સિંગાપોર (Singapore)ના રાષ્ટ્રપતિ (President) પદ માટે ચૂંટણી જીતી છે. અહેવાલ અનુસાર, ચૂંટણી વિભાગે શુક્રવારે જાહેરાત કરી હતી કે શનમુગરત્નમ 70.4 ટકા વોટ સાથે જીત્યા છે.
નવમા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું
સિંગાપોરમાં નવમા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સિંગાપોરમાં 27 લાખથી વધુ લોકો મતદાન કરવા માટે લાયક હતા અને મતદાન મથકો 8 વાગ્યા સુધી ખોલવામાં આવ્યા હતા. આ પછી મતગણતરી શરૂ થઈ હતી.
રેસમાં વધુ બે ઉમેદવારો હતા
66 વર્ષીય થર્મન ષણમુગરત્નમ ઉપરાંત, અન્ય બે ઉમેદવારો પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા જેમાં સરકારની કંપનીના પૂર્વ રોકાણ વડા એનજી કોક સોંગ અને  સરકારી વીમા કંપનીના પૂર્વ પ્રમુખ ટૈન કિન લિયાન પણ હતા.

Advertisement

થર્મન ષણમુગરત્નમ સિંગાપોરના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે
થર્મન ષણમુગરત્નમ સિંગાપોરના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ શિક્ષણ અને નાણામંત્રીના હોદ્દા પણ સંભાળી ચૂક્યા છે. 2001માં રાજકારણમાં પ્રવેશેલા ષણમુગરત્નમે બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાધારી પીપલ્સ એક્શન પાર્ટી (PAP) સાથે જાહેર ક્ષેત્ર અને મંત્રી પદ સંભાળ્યું છે.
આઉટગોઇંગ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે સમાપ્ત થશે
સિંગાપોરના હાલના રાષ્ટ્રપતિ  હલીમાહ યાકબનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સિંગાપોરમાં 2017ની પ્રમુખપદની ચૂંટણી એક અનામત ચૂંટણી હતી જેમાં માત્ર મલય સમુદાયના સભ્યોને જ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી.
2011 પછી પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી
તે દરમિયાન અન્ય કોઈ ઉમેદવાર ન હોવાને કારણે હલીમાને પ્રમુખ તરીકે નોમિનેટ કરવામાં આવી હતી. સિંગાપોરમાં 2011 પછી આ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી છે. સિંગાપોરમાં રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ ચૂંટણી 28 ઓગસ્ટ 1993ના રોજ યોજાઈ હતી.
Tags :
Advertisement

.