Tharad News: થરાદને મળ્યાં ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ અધિકારી
Tharad News: થરાદ તાલુકામાં વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલીયાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે થરાદના લોકો ખુશ થયા હતા. તે ઉપરાંત થોડા વર્ષો પહેલા કાજલબેન આંબલીયા સરહદી વિસ્તારમાં પણ સુઈગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે રહી ચૂક્યા હતા. ત્યાર બાદ સુઈગામથી કાજલબેન આંબલીયાની ગાંધીનગરમાં બદલી કરવામાં આવી હતી.
થરાદના લોકો દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ અધિકારીની માંગ કરવામાં આવી હતી
ત્યારબાદ ફરી ગાંધીનગરથી બદલી કરી થરાદ તાલુકાના વિકાસ અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. કારણ કે... કાજલબેન આંબલીયા બહુ ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે છે. જો કે થરાદના સરપંચ એસોસિયેશન દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા અધિકારી દ્વારા સરપંચ સાથે તોછડું વર્તન કરે છે એવા આક્ષેપ સાથે રજુઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ થરાદના લોકો ટી.ડી.ઓના સમર્થનમાં આવતા સોશિયલ મીડિયા પર વીડિયો સહિત પોસ્ટર વાયરલ કર્યા હતા. પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તાલુકા વિકાસ અધિકારી નિમણૂક થયા પછી સરપંચ અને કોન્ટ્રાક્ટરોના કમિશન પ્રથા બંધ થતા પેટમાં દુખવા લાગ્યું છે.
સૌ પ્રથમવાર થરાદને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓ થરાદની જનતા ને મળ્યા છે. તે ઉપરાંત સાચા અને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓની સાથે થરાદની જનતા છે સાથે આવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે. બીજા પણ ઘણા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે. તેની સાથે થરાદના લોકો દ્વારા વિધાનસભાના અધ્યક્ષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ યસપાલસિંહ વાઘેલા
આ પણ વાંચો: Vibrant Gujarat 2024 : પીએમ મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે મેગા રોડ શો, રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું