Terrorist Arrested : સુરક્ષા એજન્સીઓને મળી મોટી સફળતા, ISIS ના ભારતીય વડા હારીસ ફારૂકીની ધરપકડ...
આતંકવાદી સંગઠન ISIS ના ભારતના વડા હારીસ ફારૂકીની આસામની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આસામના ધુબરી જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે તે બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં પ્રવેશી રહ્યો હતો.
ધરમશાળા વિસ્તારમાંથી ધરપકડ
હારીસ ફારૂકીની ધરપકડની પુષ્ટિ કરતા આસામ પોલીસે કહ્યું કે ખતરનાક આતંકવાદીની સાથે તેના સહયોગી અનુરાગ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની આસામ STF દ્વારા ધુબરીના ધર્મશાલા વિસ્તારમાંથી ગુપ્ત માહિતીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. બંને ISIS ના ખૂબ જ ખતરનાક સભ્યો છે. બંને દેશની અંદર ISIS નું નેટવર્ક ફેલાવવા અને લોકોને ફરી પાછી લાવવાના કાવતરામાં સામેલ હતા. તેઓ દેશમાં ઘણી જગ્યાએ ટેરર ફંડિંગ અને આઈઈડી બ્લાસ્ટની પણ યોજના બનાવી રહ્યા હતા.
Based on specific input, two top-rung leaders of ISIS in India were apprehended from the Dharmasala area of Dhubri Sector and brought to the STF office in Guwahati. The accused are also wanted accused of NIA. They have been identified as Haris Farooqi @ Harish Ajmal Farukhi of… pic.twitter.com/1Zi4xAHha3
— ANI (@ANI) March 20, 2024
હારીસ ફારૂકી દેહરાદૂનનો રહેવાસી છે.
ધરપકડ બાદ બંનેને STF ની ગુવાહાટી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંનેની ઓળખની ખાતરી કર્યા બાદ જાણવા મળ્યું હતું કે હરિસ ફારૂકી ઉર્ફે અજમલ ફારૂકી ચકરાતા, દેહરાદૂનનો રહેવાસી છે અને તે ISIS ઇન્ડિયાનો વડા છે. તેનો પાર્ટનર અનુરાગ સિંહ ઉર્ફે રેહાન પાણીપતનો રહેવાસી છે અને તેણે ધર્મ પરિવર્તન દ્વારા ઈસ્લામ કબૂલ કર્યો હતો. જ્યારે અનુરાગની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે.
આ પણ વાંચો : Cleveland : અમેરિકામાં ભારતીય સ્ટૂડન્ટ 12 દિવસથી લાપતા, અપહરણ થયું હોવાની આશંકા…
આ પણ વાંચો : Badaun double murder case : આરોપી સાજિદના એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ થશે, DM નો આદેશ…
આ પણ વાંચો : PM Modi : પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ ઝેલેન્સકીને પણ લગાવ્યો ફોન, જાણો શું કહ્યું…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ