Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tennis Game: ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત છોટાઉદેપુરમાં બહેનોની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ

Tennis Game: ખેલ મહાકુંભનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમત-ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા Sports authorities gujarat દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ખેલકૂદના વાતાવરણનું નિર્માણ...
tennis game  ખેલ મહાકુંભ 2 0 અંતર્ગત છોટાઉદેપુરમાં બહેનોની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ

Tennis Game: ખેલ મહાકુંભનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમત-ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા Sports authorities gujarat દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવું સ્વાસ્થ્ય જાગૃતિ પ્રતિભા શોધ સ્પર્ધાના નિયમોની જાગ્રુતિ કરવાનો છે.

Advertisement

છોટા ઉદેપુરમાં ટેબલ ટેનિસ સ્પર્ધાનું કરાયું આયોજન

Tennis Game

Tennis Game

તાલુકા તથા જિલ્લા કક્ષાની રમતોના કન્વીરો મૂકવામાં આવ્યા છે. તેઓની દેખરેખ હેઠળ તાલુકા જિલ્લા કક્ષાની રમતો રમાઈ રહી છે. ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત SF High School છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની બહેનોની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૪૦ સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. જે કુલ પાચ વિભાગોમાં રમાઈ હતી.

Advertisement

Under 11 અને Under 14 ના વિજેતાઓની યાદી

જેમાં અંડર ૧૧ સિંગલ્સમાં પ્રથમ સ્થાને ઈ.એમ.આર.એસ. પુનીયાવાટ જીનલ પી. બારીયા, દ્રિતીય સ્થાને ઈ.એમ.આર.એસ. પુનીયાવાટ અંકીતા.એ.રાઠવા, તૃતીય સ્થાને યુનાઇટેડ પબ્લિક સ્કૂલ છોટાઉદેપુર સોફીયા.આઈ.જુજારા આવી હતી. જ્યારે અંડર ૧૪ માં પ્રથમ સ્થાને ઈ એમ આર એસ સ્કૂલ પુનીયાવાટ ના શિતલ.આર.બિલવાલ , દ્વિતીય સ્થાને ઈ એમ આર એસ પુનીયાવાટ ના નિરાલી.એસ.બિલવાલ, તૃતીય સ્થાનેઈ.એમ.આર.એસ પુનીયાવાટ સ્નેહલ.એન.રાઠવા આવી હતી.

Under 17 અને Open વિભાગના વિજેતાઓની યાદી

Advertisement

જ્યારે અન્ડર 17 પ્રથમ સ્થાને ઈ.એમ.આર.એસ.પુનીયાવાટ રોશની.આર.ભુરીયા, દ્વિતીય સ્થાને ઈ.એમ.આર.એસ પુનીયાવાટ અરવિદા.આર.બારીયા, તૃતીય સ્થાનને ગાયત્રી વિદ્યાલય ધામસિયા નસવાડી આયુષી. જે. પટેલ આવી હતી. જ્યારે ઓપન વિભાગમાં પ્રથમ સ્થાને મોડલ સ્કૂલ કવાટ નીલમ એન રાઠવા દ્વિતીય સ્થાને સંખેડાના અક્ષી પટેલ અને તૃતીય સ્થાને મોડેલ સ્કૂલ કવાંટના યક્ષીતા એસ રાઠવા આવી હતી.

તે સહિત મિક્સ ડબલ વિભાગમાં મહાદેવ રાહુલ ઠક્કર નર્મદાબેન ઠક્કર આજના વિજેતા થયેલા તમામ સ્પર્ધકો આગળ ની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુંદર આયોજન જિલ્લા કક્ષાના કન્વીનર વી.ડી.રાઠવા અને સહ કન્વીનર અજય પઢિયાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Reality Check mission: ગુજરાત ફર્સ્ટના નીડર પત્રકાર દ્વારા શહેરમાં વેચાતા ઘીનો કરાયો પર્દાફાશ

Tags :
Advertisement

.