Tejas Fighter jet Upgrade: ભારતીય વાયુસેનાનું બ્રહ્માસ્ત્ર તેજસ ફાઈટર બનશે સૌથી ઘાતક એરક્રાફ્ટ
Tejas Fighter jet Upgrade: ભારતીય વાયુસેના (Indian Air Force) એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ (Light Combat Aircraft Tejas) માટે ભવિષ્યના શસ્ત્રો અને સેન્સર માટે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) સાથે થયેલા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
- તેજસ ફાઈટર જેટની ઓપરેશનલ ક્ષમતા ચકાસી શકાશે
- વર્ષ 2023 માં Astra Mk-3 નું એકવાર પરીક્ષણ કરાયું
- TARA Missile વિનાશકારી હથિયારથી સજ્જ
- NASM-MR Missile તેજસમાં ઈન્સ્ટોલ કરવાની યોજના
- Brahmos-NG સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ
તેજસ ફાઈટર જેટની ઓપરેશનલ ક્ષમતા ચકાસી શકાશે
Tejas Aircraft માં દુશ્મનના હથિયારોથી બચવા અને તેમના વિશે પહેલાથી માહિતી આપવા માટે સેન્સરની જરૂર છે. તેથી ADA આ શસ્ત્રો અને સેન્સર બનાવશે. જેથી Air Force Sensors, Weapon integration, ફ્લાઈટ ટેસ્ટિંગ કર્યા પછી સમયસર તેજસ ફાઈટર જેટની ઓપરેશનલ ક્ષમતા ચકાસી શકે.
વર્ષ 2023 માં Astra Mk-3 નું એકવાર પરીક્ષણ કરાયું
Astra Mk-3 Missile નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ એર-ટુ-એર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ (BVRAAM) છે. તેની રેન્જ 350 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈએ જઈ શકે છે. તેની સ્પીડ 5557 કિમી પ્રતિ કલાક છે. આ મિસાઈલનું 2023 માં એકવાર પરીક્ષણ કરવામાં આવ્યું છે.
TARA Missile વિનાશકારી હથિયારથી સજ્જ
TARA Missile તેનું આખું નામ ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન છે. આ એક પ્રકારનું ચોકસાઇ સ્ટ્રાઇક સ્ટેન્ડ-ઓફ હથિયાર છે. તેની રેન્જ 50 થી 100 કિલોમીટર છે. તેમાં વિસ્ફોટક હથિયાર લગાડવામાં આવ્યા છે.
NASM-MR Missile તેજસમાં ઈન્સ્ટોલ કરવાની યોજના
NASM-MR Missile તે મધ્યમ શ્રેણીની નૌકાદળ વિરોધી જહાજ Missile છે. જેની રેન્જ 250 થી 350 કિલોમીટરની હશે. તેની સ્પીડ 864 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ મિસાઈલને દેશના યુદ્ધ જહાજો અને Tejas Fighter Jet માં ઈન્સ્ટોલ કરવાની યોજના છે.
Brahmos-NG સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ
Brahmos-NG નેક્સ્ટ જનરેશન Missile છે. તેની રેન્જ 290 કિલોમીટર છે. તેનું વજન 1.5 ટન, લંબાઈ 20 ફૂટ અને વ્યાસ 50 સેન્ટિમીટર છે. તેનો ઉપયોગ વિવિધ રીતે કઈ શકાય છે. જેમ કે જમીન, પાણી અને હવાથી ફાયર કરી શકાય છે. આ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Supersonic cruise missile) છે.
આ પણ વાંચો: BSF Boot Camp: BSF દ્વારા યોજાયેલ બૂટ કેમ્પમાં ભાગ લેનાર યુવાનોની રાજ્યપાલે લીધી મુલાકાત