Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TECH : Google Chrome ના યુઝર્સ પર ખતરો, જાણો સાયબર એટેકથી કેવી રીતે બચવું

TECH : સરકાર (CERT-In) દ્વારા બ્રાઉઝરની ખામીઓને લઇને યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે, નાની ચૂંક તેમના ડેટાને અસુરક્ષિત બનાવી શકે છે
tech   google chrome ના યુઝર્સ પર ખતરો  જાણો સાયબર એટેકથી કેવી રીતે બચવું
Advertisement

TECH : તમે પણ Google Chrome ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ગુગલ ક્રોમ યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા બ્રાઉઝરની ખામીઓને લઇને યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે, નાની ચૂંક તેમના ડેટાને અસુરક્ષિત બનાવી શકે છે. યુઝર્સને સંભવિત ખતરાથી બચવા માટે બ્રાઉઝરને તાત્કાલિક ધોરણે અપડેટ કરવા જણાવાયું છે. (GOVT ADVISORY FOR GOOGLE CHROME USER ABOUT CYBER ATTACK)

યુઝર્સના સંવેદનશીલ ડેટા સુધી પહોંચી શકે છે

ભારત સરકારની ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા ગુગલ ક્રોમમાં સુરક્ષાને લઇને યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં રહેલી ખામીઓના કારણે હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. અને યુઝર્સના સંવેદનશીલ ડેટા સુધી પહોંચી શકે છે. તેઓ જાણકારી બદલવાથી લઇને ગમે ત્યારે બ્રાઉઝર ક્રેશ કરવા સુધીનું કૃત્ય કરી શકે છે.

Advertisement

ડેટા બ્રીચ, પ્રાઇવસી રિસ્ક અને સિસ્ટમ ખોરવાઇ જવાની શક્યતાઓ

Advertisement

હેકર્સ દ્વારા ડિનાયલ ઓફ સર્વિસનો જોખમી એટેક પણ કરવામાં આવી શકે છે. જેમાં સિસ્ટમ મેલિશિયસ ટ્રાફિકથી ભરાઇ જાય છે. જેથી ધીરે ધીરે સિસ્ટમની ઝડપ ઘટતી જાય છે. અને એક સમય બાદ તે કામ કરવાનું બંધ કરી દે છે. આ વચ્ચે ડેટા બ્રીચ, પ્રાઇવસી રિસ્ક અને સિસ્ટમ ખોરવાઇ જવાની શક્યતાઓ રહેલી છે. ચેતવણી ખાસ ડેસ્કટોપમાં ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા લોકોને ઉદ્દેશીને આપવામાં આવી છે.

કયા ડિવાઇઝને ખતરો છે.

વિન્ડોઝ અને મેક માટે 134.0.6998.88/.89 પહેલાનું ક્રોમ વર્ઝન અને લિનિક્સ માટે 134.0.6998.88 પહેલાનું વર્ઝન ખતરામાં છે. યુઝરે પોતાની સુરક્ષા માટે તુરંત બ્રાઉઝર અપડેટ કરી લેવું જોઇએ, તેવું સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો --- Table Fan Under 1,000 : ઉનાળામાં વસાવો આ ટેબલ ફેન, કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

1 એપ્રિલથી આ મોબાઈલ નંબરો પર Google Pay, PhonePe, Paytm કામ નહીં કરે, જાણો શું કારણ છે?

featured-img
ટેક & ઓટો

Truth Social શું છે જેના પર PM મોદી જોડાયા,જાણો સમગ્ર અહેવાલ

featured-img
ટેક & ઓટો

Sunita Williams એ અવકાશમાં 9 મહિના કેવી રીતે વિતાવ્યા, જાણો સ્પેસ સ્ટેશનના અંદરની ખાસ વાતો

featured-img
ટેક & ઓટો

Starlink ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ!Fiber ઇન્ટરનેટને પણ આપશે ટક્કર

featured-img
ટેક & ઓટો

Kia Syros સાથે મેળવો Land Rover Defender જેવો લુક અને ફીચર્સ!

featured-img
ટેક & ઓટો

GrokAI :યુવકે Grok ને પૂછ્યું- શું તમે મારી સાથે ઝઘડો કરશો? AI એ આપ્યો અદ્ભુત જવાબ

×

Live Tv

Trending News

.

×