કરદાતાઓને E-Filing વેબસાઇટમાં નડી રહી છે મુશ્કેલીઓ
આવકવેરા વિભાગની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં ફરી એકવાર કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.આવકવેરા વિભાગે ટ્વિટ કરીને લખ્યું છે કે ઈ-ફાઈલિંગ વેબસાઈટના સર્ચ ફંક્શનમાં સમસ્યા અમારા ધ્યાનમાં આવી છે. આવકવેરા વિભાગે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ઈન્ફોસિસને આ સમસ્યાઓ ઉકેલવા મàª
આવકવેરા વિભાગની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટમાં ફરી એકવાર કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ખુદ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.
આવકવેરા વિભાગે ટ્વિટ કરીને લખ્યું છે કે ઈ-ફાઈલિંગ વેબસાઈટના સર્ચ ફંક્શનમાં સમસ્યા અમારા ધ્યાનમાં આવી છે. આવકવેરા વિભાગે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ઈન્ફોસિસને આ સમસ્યાઓ ઉકેલવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીએ ખાતરી આપી છે કે તે પ્રાથમિકતાના ધોરણે સમસ્યાના ઉકેલ પર કામ કરી રહી છે. આવકવેરા વિભાગે પોતાના ટ્વિટમાં ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને પણ ટેગ કર્યા છે.
Advertisement
તમને જણાવી દઈએ કે આજે ઈન્કમ ટેક્સની નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટ લોન્ચ થયાને બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. નવી વેબસાઇટ 7 જૂન 2021ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. જો કે,કરદાતાઓ 2021-22 નાણાકીય વર્ષ અને 2022-23 આકારણી વર્ષ માટે આવકવેરા રિટર્ન ભરવાનું શરૂ કરશે, તે પહેલાં પોર્ટલમાં સમસ્યાઓના કારણે સમસ્યા વધી શકે છે. પાછલા વર્ષમાં પણ વેબસાઈટને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવી પડી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સના નવા પોર્ટલમાં થયેલી ગેરરીતિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર 2021 કરી હતી. દેશની અગ્રણી IT કંપની Infosys એ એક નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ તૈયાર કર્યું હતું જે 7 જૂન 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇન્ફોસિસે આવકવેરા રિટર્નની પ્રક્રિયાને 63 દિવસથી ઘટાડીને એક દિવસ કરવા માટે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ વિકસાવવા માટે રૂ. 4,200 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.