Taliban Vows For Women: અફઘાનમાં મહિલાઓની હાલત થશે વધુ દુ:ખદાયક, જાહેરમાં પથ્થર મરાશે
Taliban Vows For Women: અફઘાનિસ્તાન (Afghanistan) માં જ્યારથી તાલિબાન (Taliban) ફરી સત્તા પર આવ્યા છે. ત્યારથી મહિલાઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ફરી એકવાર તાલિબાન (Taliban) દ્વારા મહિલાઓને લઈને તુગલકી ફરમાન (Tughlaki Farman) જારી કરવામાં આવ્યું છે. તાલિબાન (Taliban) ના સર્વોચ્ચ નેતાએ મહિલાઓ પ્રત્યે કડક પગલાં લેવાની વાત કરી છે.
હિબતુલ્લા અખુન્દઝાદાએ એક સંદેશ જારી કર્યો
Taliban Leader Mullah Hibatullah Akhundzada announces a return to the policy of stoning women:
"We will soon implement the punishment for adultery. We will flog women in public. We will stone them to death in public. We will bring Sharia to this land.”https://t.co/9s41ixfrGI
— Gabriel Noronha (@GLNoronha) March 29, 2024
તાલિબાન (Taliban) ના વડા મુલ્લા હિબતુલ્લાહ અખુન્દઝાદા (Hibatullah Akhundzada) એ સરકારી મીડિયા મારફતે જાહેર કર્યું છે કે, જ્યારે અમે મહિલાઓને પથ્થર મારીએ છીએ ત્યારે તમે કહો છો કે તે મહિલા અધિકારોનું ઉલ્લંઘન છે.
અફઘાનિસ્તાનમાં વ્યભિચાર માટે સજા કરવામાં આવશે
હિબતુલ્લા અખુન્દઝાદા (Hibatullah Akhundzada) એ જાહેરાત કરી છે કે અમે ટૂંક સમયમાં વ્યભિચાર માટે સજાનો અમલ કરીશું. અમે મહિલાઓને જાહેરમાં કોરડા મારીશું અને જાહેરમાં પથ્થર મારીશું.
તાલિબાન શાસનમાં મહિલાઓના અધિકારોના દમનના પ્રશ્ન પર હિબતુલ્લા અખુન્દઝાદાએ (Hibatullah Akhundzada) કહ્યું કે આ બધું તમારી લોકશાહીની વિરુદ્ધ છે, પરંતુ અમે આમ કરતા રહીશું. અમે બંને કહીએ છીએ કે અમે માનવ અધિકારોનું રક્ષણ કરીએ છીએ. અમે જે કરીએ છીએ તે ભગવાનના પ્રતિનિધિ તરીકે કરીએ છીએ અને તમે લોકો શેતાનના પ્રતિનિધિ વતી કરો છો.
આ પણ વાંચો: United Nations : જર્મની-અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ કેજરીવાલની ધરપકડ પર કહી આ વાત
આ પણ વાંચો: Good Friday : Pope Francis એ રોમની જેલમાં બંધ 12 મહિલા કેદીઓનાં ઘોયા પગ
આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાનની હાલત અત્યારે બદથી બત્તર, કેળાના પ્રતિ ડઝનના ભાવ 300 રૂપિયા