સમગ્ર દેશમાં બુરખા પર પ્રતિબંધ, નવા વર્ષે સ્વિત્ઝરલેન્ડે લીધો ઐતિહાસિક નિર્ણય
- સ્વિત્ઝરલેન્ડમાં બુરખા માટે થયો હતો જનમતસંગ્રહ
- લોકોએ બુરખા પર હંમેશા માટે પ્રતિબંધની કરી માંગ
- 1 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કાયદો કરવામાં આવ્યો લાગુ
Switzerland bans Burqa: સ્વિત્ઝરલેન્ડમાં આજે એટલે કે 1 જાન્યુઆરી, 2025 માં જાહેર સ્થળ પર મહિલાઓ હિજાબ, બુર્ખો અથવા કોઇ અન્ય રીતે પોતાનો ચહેરો સંપુર્ણ રીતે ઢાકી નહીં શકે. નવા કાયદા અંતર્ગત જો આ નિયમનું ઉલ્લંઘન થયું તો, મહિલાને 1144 ડોલર એટલે કે આશરે 98000 રૂપિયાનો દંડ લાગી શકે છે. આ કાયદો 1 જાન્યુઆરી, 2025 થી લાગુ થઇ જશે.
જનમત સંગ્રહ બાદ આવશે કાયદો
આ કાયદો 2021 માં થયેલા એક જનમત સંગ્રહના પરિણામ સ્વરૂપ લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં 51.21 ટકા સ્વિસ નાગરિકોને બુર્ખા પર પ્રતિબંધ લગાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ત્યાર બાદ સરકારે આ કાયદાને પસાર કર્યો. જે આજથી પ્રભાવિ થઇ જશે. આ કાયદો લાગુ થયા બાદ જાહેર સ્થળો પર જેરીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરન્ટ્સ, દુકાન અને પબ્લિક ઓફીસમાં મહિલાઓ પોતાનો ચહેરો સંપુર્ણ રીતે નહીં ઢાંકી શકે.
આ પણ વાંચો : PM Modi અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલશે, મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરૂ
બીજા યુરોપિયન દેશોમાં પણ લાગુ થઇ શકે છે કાયદો
સ્વિત્ઝરલેન્ડ પહેલા બેલ્જિયમ, ફ્રાંસ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બુલ્ગારિયા જેવા યુરોપીયન દેશોમાં જાહેર સ્થળો પર ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પગલું તે દેશોના સુરક્ષા અને સંસ્કૃતિ અંગેના વિવાદો વચ્ચે ઉઠાવ્યો હતો. સ્વિત્ઝરલેન્ડમાં આ અંગે ચર્ચા ચાલતી રહી અને મુસ્લિમ સંગઠનોએ પણ તેનો વિરોધ કર્યો હતો.
સ્વિત્ઝરલેન્ડમાં પણ બુર્કાબેન
સ્વિત્ઝરલેન્ડમાં જાહેર સ્થળો પર ચહેરો ઢાકવા પર પ્રતિબંધને બુર્કાબેન નામથી ઓળખવામાં આવે છે. 1 જાન્યુઆરીથી લાગુ થઇ ગયું છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા અંગે 1000 સ્વિસ ફ્રેંક સુધીનો દંડ થઇ શકે છે. સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ અને ઓસ્ટ્રિયા સહિત છ અન્ય યુરોપિયન દેશોમાં પહેલા જ આ પ્રકારનાં કાયદાઓ લાગુ થઇ ચુક્યા છે.
આ પણ વાંચો : Surat: અમરેલી લેટર કાંડ કેસમાં અલ્પેશ કથીરીયા તથા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા
કાયદામાં કેટલીક છુટછાટ
આ કાયદામાં કેટલીક ખાસ છુટ આપવામાં આવી છે. જેમ કે જે પ્રકારે ચહેરાને કોઇની સુરક્ષા, હવામાન અને સ્વાસ્થયના કારણે ઢાકી શકાય છે. આ ઉપરાંત કળા,મનોરંજન અને જાહેરાતના ઇરાદાથી ચહેરો ઢાકી શકાય છે. સ્વિત્ઝરલેન્ડ સરકારે તે પણ સ્પષ્ટતા કરી છે કે આ કાયદાનુંપ ાલન કરતા પહેલા જાહેર આદેશને ખતરો ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચો : Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી