Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભુજની જી.કે.હોસ્પિટલમાં નિયમોનો અમલ ના થવાના મુદ્દે કોંગ્રેસની રજૂઆત

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા હાઇકોર્ટના નિયમોનો અમલ ના કરાતો હોવાની રજૂઆત જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને કરવામાં આવી છે.કોંગ્રેસની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા હાઇકોર્ટના નિયમોની અમલવારી કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં હાઈકોર્ટે આઠ લોકોની કમિટી બનાવી હતી જેમાં કલેકટર કચ્છ તથા સિવિલ સર્જનના સભ્યો તેમજ અન્ય લોકોની કમિટી બનાવી છે પણ કોર્ટના àª
ભુજની જી કે હોસ્પિટલમાં નિયમોનો અમલ ના થવાના મુદ્દે કોંગ્રેસની રજૂઆત
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા હાઇકોર્ટના નિયમોનો અમલ ના કરાતો હોવાની રજૂઆત જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને કરવામાં આવી છે.
કોંગ્રેસની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા હાઇકોર્ટના નિયમોની અમલવારી કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં હાઈકોર્ટે આઠ લોકોની કમિટી બનાવી હતી જેમાં કલેકટર કચ્છ તથા સિવિલ સર્જનના સભ્યો તેમજ અન્ય લોકોની કમિટી બનાવી છે પણ કોર્ટના હુકમની અવગણના ઘણા વર્ષોથી કરવામાં  આવે છે જેમાં બીપીએલ કાર્ડ ધારકો તેમજ અન્ય ગરીબ વ્યક્તિઓને ફ્રી સેવા મળશે એવી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે બાંહેધરી આપેલ છે તેમ છતાં પણ કેસ પેપરમાં વધારે ચાર્જ લેવામાં આવે છે. સોનોગ્રાફીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમ જ એમ.આર.આઈ કરવા માટે પણ દર્દીઓ પાસેથી ફી લેવામાં આવે છે. બીપીએલ કાર્ડ ધારકોને બજારથી દવા લેવા જણાવવામાં આવે છે. એમ્બ્યુલન્સ સેવા મેળવવામાં પણ મુશ્કેલી થાય છે તથા ઓપરેશન થાય તેમાં પણ દવાઓ અને અન્ય સાધન સામગ્રી પણ બહારથી લેવડાવવામાં આવે છે . હાઈકોર્ટના આદેશ મુજબ આ બધી સેવાઓ ફ્રીમાં આપવામાં આવશે તો પણ તે બાબતની અમલવારી કરવામાં આવતી નથી. 
રજૂઆતમાં જણાવાયુ હતું કે  રાજ્ય સરકારે અને ગેમ્સ ના પ્રતિનિધિ વચ્ચે થયેલ એગ્રીમેન્ટ મુજબ હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં  આવ્યું  છે. હોસ્પિટલમાં 300 બેડ સાથેની તબીબી સેવા બીપીએલ કાર્ડ ધારકો માટેની કરવામાં આવશે તથા 30 કરોડના ખર્ચે  300 બેડના  એમઓયુ મુજબ વધારાના 450 બેડ ઉભા કરાશે. બેડ માટે અલગ કોઈપણ જાતનો ચાર્જ લાગશે નહીં તેવો રાજ્ય સરકાર અને ગેમ્સના પ્રતિનિધિ વચ્ચે એગ્રીમેન્ટ મુજબ હાઈ કોર્ટમાં એફિડેવિટ પર બાંહેધરી આપવામાં આવી છે, છતાં આ નિયમોની કોઈપણ જાતની અમલવારી કરવામાં આવતી નથી.  આજે કલેકટરને કરાયેલી રજૂઆતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમભાઈ ચાકી સહિતના આગેવાનો જોડાયા હતા.
Advertisement
Tags :
Advertisement

.