Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી ફરી વિવાદમાં, દિલ્હીમાં શો થયો રદ, VHPએ આપી હતી ધમકી

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી (Munawar Faruqui) આ દિવસોમાં ફરી વિવાદોમાં ફસાયો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે રાજધાની દિલ્હી (Delhi) માં લાઈવ સ્ટેન્ડ અપ કોમેડીનો શો કરવા જઈ રહ્યો છે. પરંતુ આ શો થાય તે પહેલા જ વિવાદો સામે આવવા લાગ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે કોમેડિયનને શો કરવાની પરવાનગી આપી ન હતી, જેના કારણે શો રદ કરવામાં આવ્યો છે.દિલ્હી પોલીસની લાયસન્સ શાખાએ હાસ્ય કલાકાર મુનવ્વર ફારૂà
સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી ફરી વિવાદમાં  દિલ્હીમાં શો થયો રદ  vhpએ આપી હતી ધમકી
સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી (Munawar Faruqui) આ દિવસોમાં ફરી વિવાદોમાં ફસાયો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે રાજધાની દિલ્હી (Delhi) માં લાઈવ સ્ટેન્ડ અપ કોમેડીનો શો કરવા જઈ રહ્યો છે. પરંતુ આ શો થાય તે પહેલા જ વિવાદો સામે આવવા લાગ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે કોમેડિયનને શો કરવાની પરવાનગી આપી ન હતી, જેના કારણે શો રદ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસની લાયસન્સ શાખાએ હાસ્ય કલાકાર મુનવ્વર ફારૂકીના રાજધાનીમાં યોજાનાર કાર્યક્રમની પરવાનગી આપી નથી. મુનવ્વર ફારૂકીનો કાર્યક્રમ 28 ઓગસ્ટે મધ્ય દિલ્હીના કેદારનાથ સાહની ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. વિશ્વ હિન્દુ પરિષદે મુનવ્વર ફારૂકીના દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. VHPએ 25 ઓગસ્ટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને ફારૂકીના શોને રદ કરવાની માંગ કરી હતી. 
Advertisement

મહત્વનું છે કે, દિલ્હી પોલીસની સ્થાનિક શાખાએ લાયસન્સ વિભાગને મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, મુનવ્વરના કાર્યક્રમને કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાનો ખતરો છે. લાયસન્સ વિભાગના જેસીપી ઓપી મિશ્રાએ પુષ્ટિ કરી છે કે ઇવેન્ટને મંજૂરી ન આપવાનો નિર્ણય સ્થાનિક (મધ્ય) જિલ્લા પોલીસના અહેવાલને પગલે લેવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ શોને લઈને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને આ શોને રદ કરવાની માંગ કરી હતી. કાઉન્સિલે તેના પત્રમાં કહ્યું છે કે આ શોને તાત્કાલિક રદ કરવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે તો તેની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. દિલ્હી શો રદ થયાના એક અઠવાડિયા પહેલા, બેંગલુરુ પોલીસે કર્ણાટકની રાજધાનીમાં મુનવ્વર ફારૂકીના શો 'ડોંગરી ટુ નોઅર'ને પણ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જે 20 ઓગસ્ટે થવાનો હતો. પોલીસે કહ્યું હતું કે, બેંગલુરું કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો કારણ કે આયોજકોએ શહેરમાં તેનું આયોજન કરવાની પરવાનગી લીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે, જય શ્રી રામ સેનાએ કોમેડિયન અને આયોજકો વિરુદ્ધ બેંગલુરું પોલીસ કમિશનર સીએચ પ્રતાપ રેડ્ડીને ફરિયાદ કરી હતી. સંગઠને તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મુનવ્વર ફારૂકીએ તેના શોમાં ભગવાન રામ અને દેવી સીતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
આ પહેલા પણ મુનવ્વર ફારૂકી વિવાદોમાં રહ્યા છે. મુનવ્વર પર વર્ષ 2021માં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ હતો. આ કેસમાં મુનવ્વરે એક મહિનો જેલમાં વિતાવવો પડ્યો હતો. તાજેતરમાં 20 ઓગસ્ટે હૈદરાબાદમાં પણ મુનવ્વરનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો. ભાજપના ધારાસભ્ય ટી.રાજાએ મુનવ્વરનો કાર્યક્રમ જ્યાં યોજાશે તે સ્થળ સળગાવી દેવાની ધમકી આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.