Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેલંગાણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી, 3 શ્રમિકોના મોત,10 ઈજાગ્રસ્ત

તેલંગણા (Telangana)ના મોઈનાબાદમાં સ્ટેડિયમ (Moinabad Stadium)માં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા છે. અહીં ઈન્ડોર સ્ટેડિયમના બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં ત્રણ લોકો મોત થયા છે, જ્યારે ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા...
તેલંગાણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી  3 શ્રમિકોના મોત 10 ઈજાગ્રસ્ત

તેલંગણા (Telangana)ના મોઈનાબાદમાં સ્ટેડિયમ (Moinabad Stadium)માં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા છે. અહીં ઈન્ડોર સ્ટેડિયમના બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં ત્રણ લોકો મોત થયા છે, જ્યારે ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

દિવાલ ધરાશાયી થતા 3ના મોત, 10 ઈજાગ્રસ્ત

Advertisement

તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના મોઈનાબાદ ગામમાં આ ઘટના બની છે. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન નિર્માધીણ દિવાલનો એક ભાગ તૂટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી

ઘટના અંકે સૂચના મળતાં જ પોલીસ, એમ્બ્યુલન્સની ટીમ અને જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઘટનાસ્થળે ધરાશાયી થયેલી દિવાલના કાટમાળને હટાવવાનું કામગીરી ચાલી રહી છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, જે ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.

એક મૃતદેહ બહાર કઢાયો, બચાવ કામગીરી પુરજોશમાં

રાજેન્દ્રનગરના ડીએસપી જગદીપશ્વર રેડ્ડીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે કાટમાળ નીચેથી એક મૃતદેહ બહાર કઢાયો છે. જ્યારે અન્ય મૃતદેહોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ડીસીપીએ જણાવ્યું કે, હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

આ  પણ  વાંચો -ચૂંટણીની જાહેરાત પછી આ પાંચ રાજ્યોમાં રૂ. 1760 કરોડથી વધુની જપ્તી

Tags :
Advertisement

.