વર્ક પરમિટને લઈને કેનેડા સરકારે લીધો આ નિર્ણય, ભારતીયોને થશે આ ફાયદો
ઓપન વર્ક પરમિટ ધારોકોને મોટી રાહતપરિવારને સાથે રાખવાની મળશે મંજુરીભારતીઓ વધારે આ પરમિટ ધરાવે છેકેનાડાની (Canada) સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. કેનેડાએ 2023થી ઓપન વર્ક પરમિટ ધારકોને પોતાના પરિવાર સાથે રાખવાની મંજુરી આપવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કેનેડામાં કોઈ પણ કંપની અને કોઈ પણ નોકરીમાં કાયદાકીય રીતે કામ કરવા
Advertisement
- ઓપન વર્ક પરમિટ ધારોકોને મોટી રાહત
- પરિવારને સાથે રાખવાની મળશે મંજુરી
- ભારતીઓ વધારે આ પરમિટ ધરાવે છે
કેનાડાની (Canada) સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. કેનેડાએ 2023થી ઓપન વર્ક પરમિટ ધારકોને પોતાના પરિવાર સાથે રાખવાની મંજુરી આપવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કેનેડામાં કોઈ પણ કંપની અને કોઈ પણ નોકરીમાં કાયદાકીય રીતે કામ કરવાની મંજુરી આપે છે. ઓપન વર્ક પરમિટ ધારકોમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે. એવામાં સરકારના આ નિર્ણયથી સૌથી વધારે ફાયદો ભારતીયોને મળશે.
કેનેડાના નાગરિકતા અને ઈમિગ્રેશન મંત્રી સેઆન ફ્રાસેરે શુક્રવારે કહ્યું કે, આજે અમે એક મહત્વની જાહેરાત કરી રહ્યાં છીએ જે કંપનીઓને શ્રમિકો શોધવા અને પરિવારો સાથે રહેવા માટે સરળ બનાવી દેશે. કામદારો જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી પરિવાર સાથે રહી શકશે. આજે હું જાહેરાત કરૂ છું કે, વિભિન્ન પ્રકારના અસ્થાયિ કાર્યક્રમોના માધ્યથી આવેલા આવેદનોના જીવનસાથી અને બાળકો માટે ઓપન પરમિટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, આ નિર્ણયથી 200,000થી વધુ કામદારો કે જેમના પરિવારના સભ્યો કેનેડામાં છે, અથવા જેઓ દેશમાં સ્થળાંતર કરવા જઈ રહ્યા છે, તેઓ તેમના પ્રિયજનો સાથે રહેવા અને કામ કરવાનું ચાલુ રાખશે. અહીં આવ્યા બાદ તેઓ કામ પણ કરી શકશે. નવી નીતિમાં ફેરફાર સાથે, ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (IRCC) 100,000થી વધારે પતિ-પત્નિ શ્રમદળમાં અંતરને ભરવાની અપેક્ષા રાખે છે. આ નીતિ ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે જેથી લોકો તેમના પરિવાર સાથે આવી શકે.
મંત્રીના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કામાં તે લોકો સામેલ છે જે અસ્થાયી વિદેશી કર્મચારી કાર્યક્રમ, ઈન્ટરનેશનલ મોબિલિટ પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પ્રોગ્રામમાં ઉચ્ચ વેતન ધારાના માધ્યમથી આવે છે. આ નવા વર્ષની શરૂઆતથી લોન્ચ થવાની આશા છે. બીજા તબક્કામાં ઓછા વેતન ધારાના માધ્યમથી આવનારા લોકો માટે સમાન નિયમ સુધી પહોંચવાના વિસ્તારનો પ્રયાસ કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.