Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parliament Security: સંસદમાં થયેલ ચૂક પર સ્પીકર ઓમ બિરલાએ આપી પ્રતિક્રિયા

સંસદની સુરક્ષાને લઈને સ્પીકર બિરલાનું નિવેદન સંસદની વર્ષગાંઠ પર સંસદમાં થયેલ હુમલાને કારણે સરકારની સુરક્ષા એજેન્સીઓની ખામી સામે આવી છે. તેની સાથે સુરક્ષા પર મોટા સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ઝીરો અવર દરમિયાન...
parliament security  સંસદમાં થયેલ ચૂક પર સ્પીકર ઓમ બિરલાએ આપી પ્રતિક્રિયા
Advertisement

સંસદની સુરક્ષાને લઈને સ્પીકર બિરલાનું નિવેદન

સંસદની વર્ષગાંઠ પર સંસદમાં થયેલ હુમલાને કારણે સરકારની સુરક્ષા એજેન્સીઓની ખામી સામે આવી છે. તેની સાથે સુરક્ષા પર મોટા સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ઝીરો અવર દરમિયાન બનેલી ઘટનાની લોકસભાના સ્તરે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત આ અંગે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Advertisement

તેમણે કહ્યું, “પ્રારંભિક તપાસ મુજબ તે સામાન્ય ધુમાડો હતો. આ કારણોસર આ ધુમાડો ચિંતાનો વિષય નથી. તેની પ્રાથમિક તપાસ યોગ્ય રીતે કરવામાં આવી છે. તે સહિત હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

Advertisement

સંસદની બહારથી પકડાયેલા આરોપીઓની વિગત

જો કે કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને ગૃહની અંદર પ્રવેશ્યા હતા અને ધુમાડો ફેલાવ્યો હતો. આ પછી કાર્યવાહી અચાનક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. આ કેસમાં બંને ઝડપાઈ ગયા હતા. તેમના નામ સાગર અને મનોરંજન છે. આ ઉપરાંત સંસદ ભવન બહાર પીળા કલરનો ધુમાડો કરવામાં આવેલા એક પુરુષ અને એક મહિલાને પણ પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમની ઓળખ નીલમ અને અમોલ શિંદે તરીકે થઈ છે.

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષના સાંસદોએ સુરક્ષામાં ખામી અંગે કડક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. દાનિશ અલીએ પણ કહ્યું કે સુરક્ષામાં થયેલ ચૂકએ ગંભીર બાબત છે. આ સિવાય સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને કહ્યું કે, સંસદની સુરક્ષામાં ખૂબ થયેલ ખામીએ સામાન્ય બાબત નથી. કારણ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ તેના બૂટમાં બોમ્બ લઈને પણ આવી શકે છે.

આ પણ વાંચો: લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક,સદનની કાર્યાવાહી દરમિયાન ઘૂસ્યા બે શખ્સ

Tags :
Advertisement

.

×