Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ અટકાવતાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા મુજબ, આ વર્ષે દુનિયામાં 350 લાખ ટન ઘઉંની અછત ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ભારતમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને કારણે ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વધુમાં રશિયા અને યુક્રેન આ યુદ્ધને કારણે આસપાસના દેશોમાં થતી ઘઉà
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ અટકાવતાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે  વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
Advertisement
અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા મુજબ, આ વર્ષે દુનિયામાં 350 લાખ ટન ઘઉંની અછત ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ભારતમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાની ભીતિ સેવાઇ રહી છે. 
જેને કારણે ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વધુમાં રશિયા અને યુક્રેન આ યુદ્ધને કારણે આસપાસના દેશોમાં થતી ઘઉંની નિકાસ પણ અટકી પડી છે. જેને કારણે સમગ્ર દુનિયા ઘઉંના સૌથી મોટા ઉત્પાદક ભારત પાસેથી મોટા પ્રમાણમાં ઘઉં મેળવવાની આશા રાખીને બેઠા હતા. ભારત સરકારે પણ આ વર્ષે 100 લાખ ટન ઘઉંનો નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જો કે અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ બાદ 13મી મેના રોજ મોડી રાત્રે ભારત સરકારે નોટીફિકેશન જાહેર કરીને તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખેડૂત સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલ આ નિર્ણયને પગલે ઘઉં ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અચાનક જાહેર કરેલી અને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવેલી નિકાસને પગલે ખેડૂતોને મોટાપાયે નુકસાન થાય તેવું ખેડૂતોનું માનવું છે. 
આ બાબતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ખેડૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેને તાત્કાલિક પરત લઇ લેવામાં આવે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી તરફ આ પ્રકારના નિર્ણયો લઇને ખેડૂતોને નુકસાન જાય તેવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે. 
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે લખેલા પત્રમાં તેમણે નિકાસ પરના પ્રતિબંધને ઉઠાવી લેવા સહિત અન્ય માંગો પણ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ વધતી જતી મોંઘવારી તેમજ વધી રહેલા ડીઝલના ભાવને કારણે ખેત ઉત્પાદન માટે વપરાતા સાધનો તેમજ બિયારણ અને દવા પર સરકારે 50 ટકા સબસીડી આપવી જોઈએ તેમજ ઘઉંનો જે એમએસપી છે તે પ્રતિ ક્વિન્ટલ 3000 રૂપિયા સુધી કરવાની જાહેરાત સરકારે કરવી જોઈએ. બીજી માંગ એ પણ કરવામાં આવી છે કે,  ખેત વપરાશ માટે જે સાધનો ઉપયોગમાં લેવાય છે તેના પરથી જીએસટી નાબૂદ કરવામાં આવે, ખેડૂતને 24 કલાક વીજળીની સુવિધા આપવામાં આવે, તેમજ સરકાર દ્વારા કૃષિનું અલગ બજેટ ફાળવવામાં આવે તેવી અલગ-અલગ પ્રકારની માંગણીઓ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે.
Tags :
Advertisement

Related News

featured-img
સુરત

Surat: જિલ્લામાં દિલના ધબકારા બંધ થઈ જવાનો સિલસિલો યથાવત

featured-img
સુરત

Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા

featured-img
Top News

Surat : હૈયું કંપાવી દે એવા CCTV ફૂટેજ! શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનમાં વિરોધભાસ!

featured-img
સુરત

Surat : સમાજ અગ્રણીઓની ચીમકી, આચાર્ય-વિદ્યાર્થિનીની માતા વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે

featured-img
સુરત

Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ

featured-img
સુરત

Surat: મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી

×

Live Tv

Trending News

.

×