South Africa Bus Accident: દક્ષિણ આફ્રિકામાં એક બસને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 45 લોકોને કરુણ મોત
South Africa Bus Accident: દક્ષિણ આફ્રિકાના લિમ્પોપોમાં ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક બસ ખીણમાં ખાબકતાં અકસ્માક સર્જાયો અને તેમાં 45 લોકોના મોત થયા છે. આ બસ અકસ્માતમાં એકમાત્ર 8 વર્ષની બાળકીનો બચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે બસ બોત્સ્વાનાથી ઈસ્ટર ઉપાસના માટે જઈ રહીં હતીં. ઉલ્લેખનીય છે કે, આ બસ મમતલાકાલાના પર્વત પરથી ખાબકી હતી.
આ દુર્ઘટનામાં એક બાળકીનો જીવ બચી ગયો
દક્ષિણ આફ્રિકાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પીડિત લોકો પડોશી દેશ બોત્સ્વાનાની રાજધાની ગેબોરોનથી ઇસ્ટર કોન્ફરન્સ માટે ચર્ચમાં મુસાફરી કરી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં 45 લોકોના મોત થયા છે જ્યારે આ દુર્ઘટનામાં 8 વર્ષની છોકરી જ બચી શકી છે. તેને ઈજા થઈ હતી અને તેને હૉસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવી હતી.
કેટલાક મૃતદેહો હજી ઓળખી શકાયા નથી
મળતી વિગતો પ્રમાણે બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા બસ પુલની નીચે લગભગ 50 મીટરની ખાડીમાં ખાબકી અને આગ લાગી ગઈ હતી. લિમ્પોપો પરિવહન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જીવલેણ અકસ્માત (Bus Accident)ના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એક નિવેદનમાં અધિકારીએ જણાવ્યું કે, ‘માર્યા ગયેલા મુસાફરોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.’ આ સાથે સ્થાનિક વિભાગે જણાવ્યું હતું કે, ‘કેટલાક મૃતદેહો હજી ઓળખી શકાયા નથી. આ સાથે કાટમાળની અંદર ફસાયેલા અને અન્ય લોકોને બહાન નિકાળવાનો પ્રયત્ન યથાવત છે.’
45 people die after bus carrying Easter worshippers falls off cliff in South Africa
Read @ANI Story | https://t.co/GjGjwzxReQ#SouthAfrica #BusAccident #Pretoria pic.twitter.com/ROTfWlHkYr
— ANI Digital (@ani_digital) March 29, 2024
મૃતદેહોને બોત્સ્વાના પરત મોકલવામાં આવશે: સિન્ડીસિવે ચિકુંગા
દક્ષિણ આફ્રિકાના પરિવહન પ્રધાન સિન્ડીસિવે ચિકુંગાએ જણાવ્યું હતું કે સરકાર મૃતદેહોને બોત્સ્વાના પરત મોકલશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ‘ હું મમતલાકાલા નજીક બસ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ વ્યક્ત કરૂ છું. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો અને પ્રાર્થના તમારી સાથે છે. અમે દરેક સમયે વધુ સતર્કતા સાથે જવાબદાર ડ્રાઇવિંગની વિનંતી કરવાનું ચાલુ રાખીએ છીએ કારણ કે આ ઇસ્ટર સપ્તાહના અંતે વધુ લોકો અમારા રસ્તાઓ પર છે.’