Somvati Amavasya 2024: જાણો સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટે પૂજાનો શુભ સમય અને પૂજન વિધિ
- સોમવતી અમાસ 30 ડિસેમ્બરે ઉજવવામાં આવશે
- માન્યતા પ્રમાણે પીપળના ઝાડમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે
- કાલસર્પ દોષથી પીડિત લોકોએ પણ આ દિવસે દાન કરવું જોઈએ
Somvati Amavasya 2024: સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. હિંદુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ચંદ્ર દેખાતો નથી. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સોમવતી અમાસનું વ્રત રાખે છે. સોમવતી અમાસના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે પીપળના ઝાડમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. સોમવતી અમાસ 30 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. જો કોઈની કુંડળીમાં પિતૃ દોષ હોય તો આ દિવસે સ્નાન અને દાન કરવાથી રાહત મળે છે. તેમજ કાલસર્પ દોષથી પીડિત લોકોએ પણ આ દિવસે દાન કરવું જોઈએ.
સોમવતી અમાસ મુહૂર્ત (Somwati Amavasya 2024 Pujan Muhurat)
હિન્દુ કેલેન્ડર પ્રમાણે, સોમવતી અમાસ (Somvati Amavasya) 30 ડિસેમ્બરે સવારે 4:01 વાગ્યે શરૂ થશે અને તારીખ 31 ડિસેમ્બરે સવારે 3:56 વાગ્યે સમાપ્ત થશે.આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 5.24 થી 6.19 સુધીનો રહેશે.
સોમવતી અમાસ 2024 શુભ યોગ (Somwati Amavasya 2024 shubh yog)
વર્ષની છેલ્લી અમાસ એટલે કે સોમવતી અમાસ (Somvati Amavasya) ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે સોમવતી અમાસ પર વૃધ્ધિ યોગ, ધ્રુવ યોગ, શિવવાસ યોગ, નક્ષત્ર યોગનો સમન્વય થવાનો છે.
સોમવતી અમાસમાં જાણો પૂજન વિધિ (Somwati Amavasya Pujan Vidhi)
આ દિવસે કોઈપણ પવિત્ર નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. ગાયત્રી મંત્રનો પાઠ કરો. આ પછી ભગવાન શિવની પૂજા કરો. તમારા પૂર્વજોને તર્પણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો. પૂજા કર્યા પછી, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને કપડાં દાન કરો. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. પરણિત મહિલાઓ સોમવતી અમાસ (Somvati Amavasya) ના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરે છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને બળવાન બનાવી શકાય છે.
સોમવતી અમાસ પર ભૂલથી પણ ન કરો આ કામ (Somwati Amavasya Precautions)
1. જો તમે સોમવતી અમાસ (Somvati Amavasya) પર ઉપવાસ કરી રહ્યા છો, તો મેકઅપ કરવાનું ટાળો સાદગી અપનાવો. આ દિવસે સાદડી પર સૂવું જોઈએ અને શરીર પર તેલ ન લગાવવું જોઈએ. બપોરે સૂવાનું પણ ટાળો.
2. સોમવતી અમાસ પર સંયમ રાખવો જોઈએ. આ દિવસે સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. ગરુણ પુરાણ પ્રમાણે અમાસ પર સહવાસથી જન્મેલા બાળકને જીવનભર સુખ નથી મળતું.
3. અમાસ પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે, પરંતુ શનિવાર સિવાય અન્ય કોઈ દિવસે પીપળના ઝાડને સ્પર્શ ન કરવો જોઈએ. તેથી પૂજા કરો, પરંતુ પીપળના ઝાડને સ્પર્શ કરશો નહીં. આનાથી ધનહાનિ થાય છે.
4. અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન ફરવું જોઈએ. આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે.
આ પણ વાંચો: 2025 Numerology Predictions : જાણો મૂળાંક 4 ધરાવતા લોકો માટે 2025નું વર્ષ કેવું રહેશે