Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શા કારણે Whats App એ બંધ કર્યાં 47 લાખ ભારતીય એકાઉન્ટ્સ? જાણો

વોટ્સએપે માર્ચ મહિનામાં ભારતમાં 47 લાખથી વધુ એકાઉન્ટને લોક કરી દીધા છે. તેની પહેલાના મહિનાની સરખામણીમાં લગભગ 2 લાખ વધુ ખાતાઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. વ્હોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અગાઉ ફેબ્રુઆરીમાં કંપનીએ 45 લાખથી વધુ...
શા કારણે whats app એ બંધ કર્યાં 47 લાખ ભારતીય એકાઉન્ટ્સ  જાણો

વોટ્સએપે માર્ચ મહિનામાં ભારતમાં 47 લાખથી વધુ એકાઉન્ટને લોક કરી દીધા છે. તેની પહેલાના મહિનાની સરખામણીમાં લગભગ 2 લાખ વધુ ખાતાઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. વ્હોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અગાઉ ફેબ્રુઆરીમાં કંપનીએ 45 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, કંપનીએ જાન્યુઆરીમાં 29 લાખ, ડિસેમ્બરમાં 36 લાખ અને નવેમ્બરમાં 37 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Advertisement

47 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ

કંપની દર મહિને આ યુઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કરે છે, જેમાં કંપનીને યુઝર્સ તરફથી કેટલી ફરિયાદો મળી છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગતો હોય છે. કંપનીએ પોતાના માસિક રિપોર્ટમાં જણાવ્યું કે, માર્ચ મહિનામાં વોટ્સએપે 47 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 1 માર્ચ, 2023 અને 31 માર્ચ, 2023 વચ્ચે 47,15,906 વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેમાંથી 16,59,385 એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ કારણે થાય છે કાર્યવાહી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ હેટસ્પિચ, ખોટી માહિતી અને નકલી સમાચાર ફેલાવવા માટે ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એકાઉન્ટ પર પ્રતિબંધ જેવા પગલાં લેવા પડે છે.

Advertisement

ફરિયાદ

માર્ચ મહિનામાં કંપનીને કુલ 4720 ફરિયાદ મળી હચી અને જેમાંથી 585 એકાઉન્ટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી. આ રિપોર્ટ્સમાં 4316 રિપોર્ટ બેન અપીલ સાથે જોડાયેલી હતી. જ્યારે બાકીના એકાઉન્ટ સપોર્ટ પ્રોડક્ટ સપોર્ટ અને સેફ્ટીને લઈને હતી.

વોટ્સએપનું નિવેદન

રિપોર્ટમાં વોટ્સએપએ જણાવ્યું હતું કે, "અમે મળેલી બધી જ ફરિયાદોનો જવાબ આપીએ છીએ, સિવાય કે જ્યાં ફરિયાદ અગાઉની ટિકિટની ડુપ્લિકેટ હોવાનું માનવામાં આવે છે. એક એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે કોઈ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે કે અગાઉ પ્રતિબંધિત એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવે છે.

શું છે નિયમ

ભારત સરકારના IT નિયમો અનુસાર, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ સાથેના મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સે દર મહિને પ્રાપ્ત ફરિયાદો અને તેના પર લેવાયેલી કાર્યવાહીની વિગતો આપતો રિપોર્ટ આપવો કરવો જરૂરી છે. આ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેટસ્પિચ,ખોટી માહિતી અને નકલી સમાચારો વાયરલનો મોટો ભુતકાળ રહ્યો છે.

આ પણ વાંચો : PAKISTAN ની 14 મોબાઈલ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ LIST

Tags :
Advertisement

.