વડોદરાની આંત્રપ્રેન્યોર મહિલાએ બનાવ્યો સાબુ, જે તમારી સ્કીનને ડ્રાય કરતો નથી
સાબુ..તમામ વર્ગના લોકોની જીવન જરુરી ચીજ છે. હવે સાબુનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે, પણ ઘણાં સાબુમાં મોશ્ચરાઇઝર હોતું નથી અને તેથી નહાઇને બહાર નીકળ્યા બાદ તુરંત જ સ્કીન પર મોશ્ચરાઇઝર પણ લગાવવું પડે છે. ચામડી પર બજારમાં મળતાં જે સાબુ મળે છે તેમાંથી મોટાભાગના સાબુમાં વેકસનો ઉપયોગ થાય છે, જેનાથી સ્કીન વધુ ડ્રાય બને છે. વડોદરાના આંત્રપ્રેન્યોર મૃદુલા જોશીએ ડ્રાય સ્કીનની સમસ્યાથી છૂટકારો
સાબુ..તમામ વર્ગના લોકોની જીવન જરુરી ચીજ છે. હવે સાબુનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે, પણ ઘણાં સાબુમાં મોશ્ચરાઇઝર હોતું નથી અને તેથી નહાઇને બહાર નીકળ્યા બાદ તુરંત જ સ્કીન પર મોશ્ચરાઇઝર પણ લગાવવું પડે છે. ચામડી પર બજારમાં મળતાં જે સાબુ મળે છે તેમાંથી મોટાભાગના સાબુમાં વેકસનો ઉપયોગ થાય છે, જેનાથી સ્કીન વધુ ડ્રાય બને છે. વડોદરાના આંત્રપ્રેન્યોર મૃદુલા જોશીએ ડ્રાય સ્કીનની સમસ્યાથી છૂટકારો અપાવવા એવા સાબુનું ઉત્પાદન કર્યું છે. જે તમારી સ્કીનને ડ્રાય સ્કીન કરતા અટકાવે છે અને વધારાના મોશ્ચરાઇઝેશનની જરુર પડતી નથી.
આ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધનાર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા નેચરલ મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરીને ગ્રેડ ૧ સેન્સીડ્યુ પ્રોડક્ટ બનાવનાર મૃદુલા જોશી કહે છે કે મારા ઘરમાં બધાને ડ્રાય સ્કીનનો ઇસ્યુ હતો. મોટા ભાગે આપણે ડ્રાય સ્કીન પર વધુ ધ્યાન આપતા નથી પણ ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં સ્કીન પાતળી થાય છે ત્યારે સ્કીન ડ્રાય હોવાના કારણે ખૂબ જ સમસ્યા થાય છે. જો તેમાં પણ જે તે વ્યક્તિને ડાયાબિટીસ હોય તો સમસ્યા વધી જાય છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિની ચામડી વધુ ડ્રાય થાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે સૌ પહેલાં મોશ્ચરાઇઝર સાબુ બનાવ્યો. તેમાંથી અમે વિવિધ પ્રકારના મોશ્ચરાઇઝર સોપ બનાવ્યા છે.
આંત્રપ્રેન્યોર મૃદુલા જોશી કહે છે, ઉનાળામાં ગરમીના કારણે ડિહાઇડ્રેશન થાય છે અને શરીરમાંથી પાણી વધારે ખેંચાય છે. તડકાની વધારે અસર સ્કીન પર પડે છે અને ચામડી ખેંચાય છે. ચામડીમાં મોશ્ચરાઇઝર ટકી રહે તે માટે હવામાંથી ઓક્સિજન અને પાણી ખેંચી સ્કીનમાં લાવે તેવા પ્રકારના સાબુનો ઉપયોગ જરુરી છે. અમે બનાવેલા સાબુમાં નેચરલ મોશ્ચરાઇઝર ફેક્ટર છે જેનું કામ વાતાવરણમાંથી ઓક્સિજન અને પાણી ખેંચીને સ્કીન પર લાવે છે અને સ્કીન હાઇટ્રેડેટ રહે છે.
તેમણે બનાવેલા તમામ સાબુમાં ઓઇલ, બટર અને હર્બલનો ઉપયોગ કરવામાં આવે છે. મૃદુલા જોશી કહે છે કે, બધાની સ્કીન એક જેવી હોતી નથી. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિની સૌથી વધુ ડ્રાય સ્કીન હોય છે. બાળકોની સ્કીન અલગ હોય છે. નેચરલ મોશ્ચરાઇઝેશન ફેક્ટર એટલે કે એનએમએફ અમારા સાબુમાં છે. નેચરલ મોશ્ચરાઇઝર બાયોએક્ટીવ છે તેનાથી ત્વચા ડ્રાય પડતી નથી. તમે કયો સાબુ વાપરો છો તેના પર ડિપેન્ડ છે. સાબુ સારો હશે તો આપોઆપ સ્કીન પર જરુરી બીજી જરુરિયાત ઓછી થઇ જશે.
મૃદુલા જોશીએ વધુમાં કહે છે કે, ચામડી પર બજારમાં મળતા વેક્સ જેવી વસ્તુના ઉપયોગથી ચામડીને નુકશાન કરે છે. આ પ્રકારના સાબુના ઉપયોગથી ચામડી પર એક ખાસ પ્રકારનું લેયર બને છે. જેના કારણે ચામડી વાતાવરણમાંથી જરૂરી પાણી અને ઑક્સિજન ગ્રહણ નથી કરી શકતી.
મૃદુલા જોષી કહે છે કે, મનુષ્યની ચામડીમાં પાણી અને ઑક્સિજનનો વધારો થાય અને લોકોને ડ્રાય સ્કિનની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે મેં અને મારી ટીમે સંશોધન કરીને પ્રોડક્ટ બનાવી. જેના ઉપયોગથી ચામડીના ડેડ સેલને એક્ટિવ કરતા તત્ત્વોને બુસ્ટ કરે છે. જેથી ચામડીને કુદરતી રીતે પોષણ પ્રાપ્ત થાય છે. કારણ કે ડ્રાય સ્કિન વાળા લોકોની ચામડીમાંથી લોહી નીકળવાના અનેક બનાવો મેં જોયા અને સાંભળ્યા પણ છે. ઉનાળામાં ગરમીના કારણે ખરજવા જેવી ચામડીને લગતી અનેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે. મેં ડ્રાય સ્કિન, ખિલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યા સામે લડવા માટે ખાસ પ્રકારના સાબુ બનાવ્યા છે. આ સાથે નાના બાળકોના ઉપયોગ માટે અને ઇન્ફેક્શન ના થાય તે માટે પણ ખાસ પ્રોડક્ટ બનાવી છે. હાલમાં વાળ ખરી જવાની સમસ્યાનો અનેક લોકો સામનો કરી રહ્યા છે. જેથી હેર ટ્રાન્સપ્લાન્ટના સ્કાલ્પને પણ ધ્યાનમાં રાખીને ખાસ શેમ્પુ બનાવવામાં આવ્યું છે. જેના ઉપયોગથી વાળ મૂળમાંથી મજબૂત બને છે.
તેઓ કહે છે કે 2014માં અમે મોશ્ચુરાઇઝર સોપનો વિચાર આવ્યા બાદ સંશોધન કરીને સાબુ બનાવવાનું ચાલુ કર્યું હતું અને હાલ કર્ણાટક, ગુજરાત, ગોવા સહિતના રાજયોમાં વેચાણ થાય છે અને લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. સાબુની કિંમત 180 રુપીયાથી 230 રુપીયા છે.
Advertisement