Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેસની તપાસ માટે SITની રચના, CID પહોંચી ઘટનાસ્થળે,જુઓ પીડિતાની અંતિમ ઇચ્છા શું હતી

ઝારખંડના અંકિતા હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની સૂચના બાદ હવે પોલીસ વિભાગે આ કેસની તપાસ માટે દોડધામ કરી છે. SP દુમકાના નેતૃત્વમાં SIT ટીમ બનાવવામાં આવી છે, જે હવે અંકિતા હત્યા કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને જોતા સમગ્ર કેસનું મોનિટરિંગ એસપી દુમકા કરી રહ્યા છે. દુમકાની અંકિતાને જીવતી સળગાવવાના કેસમાં મુખ્ય આરોપી શાહરૂખ સહિત બે આરોપીઓની ધ
કેસની તપાસ માટે sitની રચના  cid પહોંચી ઘટનાસ્થળે જુઓ પીડિતાની અંતિમ ઇચ્છા શું હતી
ઝારખંડના અંકિતા હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની સૂચના બાદ હવે પોલીસ વિભાગે આ કેસની તપાસ માટે દોડધામ કરી છે. SP દુમકાના નેતૃત્વમાં SIT ટીમ બનાવવામાં આવી છે, જે હવે અંકિતા હત્યા કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને જોતા સમગ્ર કેસનું મોનિટરિંગ એસપી દુમકા કરી રહ્યા છે. દુમકાની અંકિતાને જીવતી સળગાવવાના કેસમાં મુખ્ય આરોપી શાહરૂખ સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SIT હવે દુમકાના અંકિતા હત્યા કેસની તપાસ કરશે. દુમકા એસપીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. CIDની ટીમ પણ અંકિતાના ઘરે પહોંચી ગઈ છે.

CIDની ટીમ પણ અંકિતાના દુમકા સ્થિત ઘરે પહોંચી 
આ અંગે માહિતી આપતાં ઝારખંડ પોલીસ હેડક્વાર્ટરના એડીજી એમએલ મીણાએ કહ્યું કે,  આ કેસમાં દરેક પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ ફોરેન્સિક અને CIDની ટીમ પણ અંકિતાના દુમકા સ્થિત ઘરે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. આ કેસમાં ખુદ એડીજીના આગમન બાદ તપાસમાં ઝડપ આવી છે. 
આ કેસમાં ACDPOને તાત્કાલિક હટાવવાની માંગ
રિમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા બાદ સોમવારે દુમકામાં અંકિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઝારખંડના લોકો ખાસ કરીને પોલીસની કાર્યશૈલીને લઈને ખૂબ નારાજ છે. સામાજિક કાર્યકરોનું એક પ્રતિનિધિમંડળ વિસ્તારના ડીઆઈજીને મળ્યું છે, અને આ કેસમાં ACDPOને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે આ કેસની તપાસમાં SDPO નૂર મુસ્તફાની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ છે. અંકિતાના મોત બાદ એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોતાનું નિવેદન આપી રહી છે અને હત્યારાઓને કડક સજા મળે તે માટે કહી રહી છે.
Advertisement

Tags :
Advertisement

.