Singapore : કસીનોમાં 33 કરોડ જીત્યા બાદ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, સોશિયલ મીડિયામાં VIDEO થયો વાયરલ
Singapore : જ્યારે પણ વ્યક્તિના જીવનમાં ખુશીની પળો છલકાઈ જાય છે ત્યારે તેના આંખમાંથી ખુશીના આંસુ આવતા હોય છે. ઘણી વખત વધારે ખુશીમાં ઉત્સાહિત કોઈ વ્યક્તિને હ્રદયરોગનો હુમલો પણ આવી જતો હોય છે તેવા કિસ્સાઓ વિશે પણ આપણે સાંભળ્યું છે. Singapore માં આવી જ ઘટના સામે આવી છે. એક વ્યક્તિની ખુશી એટલી હદે વધી ગઈ કે તેનું હ્રદય ધબકવાનું બંધ થઈ ગયું હતું. મુખ્ય વાત એ છે કે, એ ખુશ એટલે માટે હતો કેમ કે તે કસીનોમાં એકસાથે 33 કરોડ જેટલી રકમ જીત્યો હતો. આટલી મોટી રકમ જીત્યા બાદ તે પોતાની આનંદની લાગણીને રોકી શક્યો નહીં. તેને સાથે બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે VIDEO
Shocking moment casino player suffers a HEART ATTACK while jumping for joy after scooping £3.2million jackpot.
(Marina Bay Sands #Casino in #Singapore)The man, who miraculously survived the heart attack, struck it lucky as he took home the equivalent of £3.2million.
As a… pic.twitter.com/pl71j6TILm
— Distorted Human Race (@DistortedHumans) June 26, 2024
Singapore ના એક કસીનોમાંથી આ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, એક વ્યક્તિ કસીનોની રમતમાં 3.2 મિલિયન પાઉન્ડ (એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા) નો જેકપોટ જીત્યો હતો. આ જેકપોટ જીત્યા બાદ તે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો હતો. જેકપોટ જીતતાની સાથે જ હવામાં કૂદવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ બીજી જ ક્ષણે તે બેભાન થઈ ગયો અને જમીન પર પડ્યો. આ દરમિયાન કેસિનોમાં હાજર લોકો અને કર્મચારીઓમાં હોબાળો મચી ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પુરુષની સાથે રહેલી મહિલા જોર જોરથી રડતી અને મદદ માટે વિનંતી કરતી જોઈ શકાય છે.
સદનસીબે બચ્યો જીવ
કસીનોમાં જ આમ એક વ્યક્તિને બેભાન અવસ્થામાં જોતા ત્યાંનો સ્ટાફ તરત જ એક્શનમાં આવી ગયો હતો. સ્ટાફ દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. વ્યક્તિના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ઉડાવવામાં આવી હતી, જેને કેસિનોના પ્રવક્તાએ નકારી કાઢી છે.
આ પણ વાંચો : Russia Train Accident : પેસેન્જર ટ્રેનના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 70થી વધુ લોકો…