Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અતીકનું મહિમામંડન કરતા વોટસએપ ગૃપમાં હત્યારો અરુણ પણ જોડાયેલો હતો

અતીક -અશરફ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેંગસ્ટર અતીકની હત્યા કરનારા ત્રણ શૂટર પૈકીનો એક શૂટ અરુણ મોર્ય અતીકના પુત્ર અસદના વોટસએપ ગૃપ શેર-એ-અતીક માં જોડાયેલો હતો. આ ગ્રૂપ અતીકના પુત્ર અસદે પોતે બનાવ્યું હતું. આ વોટ્સએપ ગ્રુપમાં પ્રયાગરાજ...
અતીકનું મહિમામંડન કરતા વોટસએપ ગૃપમાં હત્યારો અરુણ પણ જોડાયેલો હતો
અતીક -અશરફ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેંગસ્ટર અતીકની હત્યા કરનારા ત્રણ શૂટર પૈકીનો એક શૂટ અરુણ મોર્ય અતીકના પુત્ર અસદના વોટસએપ ગૃપ શેર-એ-અતીક માં જોડાયેલો હતો. આ ગ્રૂપ અતીકના પુત્ર અસદે પોતે બનાવ્યું હતું. આ વોટ્સએપ ગ્રુપમાં પ્રયાગરાજ સિવાય યુપીના કૌશામ્બી, પ્રતાપગઢ, ફતેહપુર, સુલતાનપુર, કાનપુર અને અન્ય રાજ્યો સહિત 20 થી વધુ જિલ્લાના 200 લોકો પણ જોડાયેલા હતા.જો કે બાદમાં અરુણ  ગ્રુપમાંથી અલગ થઈ ગયો હતો. અરુણ મૌર્યના ગ્રૂપમાં જોડાવાનો અર્થ એ છે કે અરુણ અને અસદ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણ લાંબા સમયથી આ ગ્રુપ સાથે સંકળાયેલો હતો અને સક્રિય ભાગ ભજવી રહ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે ગ્રુપ કેમ છોડ્યું.
વોટ્સએપ ગ્રૂપમાં અતીકના વીડિયો અને ફોટો શેર કરવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અને પોલીસ સૂત્રો અનુસાર, પોલીસ પૂછપરછ દરમિયાન કાસગંજના અરુણ મૌર્યએ જણાવ્યું કે તે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીક અહેમદના પુત્ર અસદના શેર-એ-અતીક જૂથ સાથે સંકળાયેલો હતો. બાદમાં તે તેનાથી અલગ થઈ ગયો. શેર-એ-અતીક ગ્રુપની રચના માફિયા અતીક અહેમદને ગૌરવ આપવા માટે કરવામાં આવી હતી. આ વોટ્સએપ ગ્રૂપમાં આવા વીડિયો અને ફોટો શેર કરવામાં આવ્યા હતા, જેમાં આતિકના કિંગશિપની કહાની કહેવામાં આવી હતી. તેનો આતંક અને લોકપ્રિયતા વીડિયો અને ફોટા દ્વારા જણાવવામાં આવી હતી. અતિકના હત્યારા અરુણ મૌર્યએ પણ આ ગ્રુપમાં જોડાઈને આવા ઘણા વીડિયો અને ફોટોગ્રાફ્સ જોયા હશે, શક્ય છે કે તેને આ ગ્રુપમાંથી જ અતીક જેવા બનવાની પ્રેરણા મળી હોય. જોકે, બાદમાં અરુણ મૌર્યએ આ વોટ્સએપ ગ્રુપ છોડી દીધું અને ગેંગ 90 નામના બીજા વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો.
 આ તમામ માહિતી SITના હાથમાં આવી છે.
હત્યા સમયે અન્ય 2 શખ્સો પણ હાજર હોવાનો દાવો
બીજી તરફ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અતીક-અશરફ હત્યાકાંડના સ્થળ પર હત્યારા જ્યારે ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાં  અન્ય 2 શખ્સો પણ હાજર હતા અને તેઓ લગાતાર હત્યારાઓને સુચના આપી રહ્યા હતા. એસઆઇટી આ બંને શખ્સોને પણ શોધી રહી હતી. પોલીસ સુત્રો દાવો કરી રહ્યા છે કે આ બંને શખ્સમાંથી એક તો પ્રયાગરાજનો છે અને તેણે ત્રણેય હત્યારાઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી અને રેકી કરવામાં પણ મદદ કરી હતી.  આ શખ્સો પૈકી એક હોસ્પિટલ બહાર અને એક હોસ્પિટલની અંદર હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.