Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shoaib Malik Record : ત્રીજા લગ્ન શોએબને ફળ્યા ! T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Shoaib Malik Record : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) 20 જાન્યુઆરીના રોજ પોતાના ત્રીજા લગ્નના કારણે ચર્ચામાં આવ્યા હતા. આ અંગે શોએબે પોતે સોશિયલ મીડિયા (Social Media) માં ફોટા શેર કરી લગ્નની જાહેરાત કરી હતી. મલિકે ભારતીય ટેનિસ...
shoaib malik record   ત્રીજા લગ્ન શોએબને ફળ્યા   t20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Shoaib Malik Record : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) 20 જાન્યુઆરીના રોજ પોતાના ત્રીજા લગ્નના કારણે ચર્ચામાં આવ્યા હતા. આ અંગે શોએબે પોતે સોશિયલ મીડિયા (Social Media) માં ફોટા શેર કરી લગ્નની જાહેરાત કરી હતી. મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) થી અલગ થઈને પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ (Sana Javed) સાથે લગ્ન કર્યા છે. દિવસભર તેના લગ્ન અને સાનિયાથી તલાકની વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. ત્યારે દિવસના અંત સુધીમાં એટલે કે સાંજ સુધીમાં શોએબ મલિકે ક્રિકેટના મેદાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેના ત્રીજા લગ્ન અને સાનિયા મિર્ઝાથી અલગ થવાની ચર્ચાઓ વચ્ચે તેણે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો.

Advertisement

ત્રીજા લગ્ન બાદ મલિકે રચ્યે T20 ઇતિહાસ (Shoaib Malik Record)

શનિવારે 20 જામ્યુઆરી 2024 ના રોજ ઑફ-ફિલ્ડ હેડલાઇન્સમાં રહ્યા પછી, શોએબ મલિકે ક્રિકેટના મેદાન પર પણ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી. પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શોએબ મલિક (Shoaib Malik) શનિવારે (20 જાન્યુઆરી) T20 ક્રિકેટના ઈતિહાસમાં 13,000 રન પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. જણાવી દઇએ કે, શોએબ મલિકે શનિવારે સવારે જ પોતાના લગ્નની તસવીર શેર કરી હતી. બપોરે તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમતા જોવા મળ્યો હતો. અહીં તેણે તેની ટીમ ફોર્ચ્યુન બરીશાલ માટે ઉપયોગી યોગદાન આપ્યું.

Advertisement

મલિકને ઇતિહાસ રચવા માટે 7 રનની જરૂર હતી

આ ઉપરાંત તેણે T20 ક્રિકેટમાં પણ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચ પહેલા તેના નામે 12993 T20 રન હતા. આ મેચમાં 17 અણનમ રન બનાવીને તેણે 13 હજાર T20 રનનો આંકડો પાર કર્યો. તે 13 હજાર રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા માત્ર ક્રિસ ગેલે જ આ કારનામો કરી બતાવ્યો છે. મલિકને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવા માટે શનિવારે માત્ર સાત રનની જરૂર હતી અને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યા બાદ તેણે આમ કર્યું હતું. 13,010 રનમાંથી, મલિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 124 મેચોમાં પાકિસ્તાન માટે 2,435 રન બનાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસીની શક્યતા ઓછી હોવા છતાં, 41 વર્ષીય તેની રમતમાં કેટલાક વધુ રન ઉમેરવાની આશા રાખશે. તે વિશ્વભરની ઘણી T20 લીગમાં રમે છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

ક્રિસ ગેલ (455 ઇનિંગ્સ) – 14,562 રન
શોએબ મલિક (487 ઇનિંગ્સ) – 13,010 રન
કિરોન પોલાર્ડ (568 ઇનિંગ્સ) – 12,454 રન
વિરાટ કોહલી (359 ઇનિંગ્સ) – 11,994 રન
એલેક્સ હેલ્સ (424 ઇનિંગ્સ) – 11,807 રન

Advertisement

ડેવિડ વોર્નર- 11,745 રન
એરોન ફિન્ચ- 11,458 રન
રોહિત શર્મા- 11,156 રન

ત્રીજા લગ્ન બાદ શોએબ એકવાર ફરી ચર્ચામાં

શોએબ મલિકે સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. અગાઉ તેણે આયેશા સિદ્દીકી અને સાનિયા મિર્ઝા (Ayesha Siddiqui and Sania Mirza) સાથે લગ્ન કર્યા હતા. તેણે 2010માં આયેશાને તલાક આપીને સાનિયા મિર્ઝા (Sania Mirza) સાથે લગ્ન કર્યા. હવે તે સાનિયાથી પણ અલગ થઈ ગયો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સાનિયાએ પોતે જ શોએબથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા હતા.

આ પણ વાંચો - Shoaib Malik Got Married : સાનિયા મિર્જા સાથે તલાકની અફવાઓ વચ્ચે શોએબે પાકિસ્તાની અભિનેત્રી સાથે કર્યા લગ્ન

આ પણ વાંચો – IPL Title Sponsor : જાણો કયા ગ્રુપને મળ્યા IPL 2028 સુધીના ટાઇટલ રાઈટ્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.