Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: સતત બીજા વર્ષે યોજાઈ શિવ નગરયાત્રા, શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ગોંડલમાં ઉમટ્યા શિવ ભક્તો

ગોંડલ શહેરમાં શિવ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શિવજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી શોભાયાત્રામાં સાધુ, સંતો અને મહંતો પણ જોડાયા Gondal: પાવન અને પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભે ગોંડલ શહેર (Gondal City)માં શિવ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ...
gondal  સતત બીજા વર્ષે યોજાઈ શિવ નગરયાત્રા  શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ગોંડલમાં ઉમટ્યા શિવ ભક્તો
  1. ગોંડલ શહેરમાં શિવ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
  2. ભગવાન શિવજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી
  3. શોભાયાત્રામાં સાધુ, સંતો અને મહંતો પણ જોડાયા

Gondal: પાવન અને પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભે ગોંડલ શહેર (Gondal City)માં શિવ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ નગરયાત્રાને લઈને ગોંડલમાં શિવમય માહોલ સર્જાયો હતો. મુક્તેશ્વર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિંદુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં મુખ્ય માર્ગો પરથી 5 કિલોમીટરના રૂટ પર યાત્રા નીકળી હતી. અનેક સામાજિક સંસ્થાઓ, સેવાકીય ગ્રુપ દ્વારા ઠેર ઠેર, સરબત, આઈસ્ક્રીમ, ચા - પાણી, સહિતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

Advertisement

શહેરમાં મુખ્ય માર્ગો પર શિવ નગરયાત્રા

શોભાયાત્રામાં ભગવાન શિવજીની વિશાળકદની દૈદિપ્યમાન મુર્તિ સાથેના મુખ્ય રથ, બે જેટલા DJ, બાઇકો, કાર, સાથે અન્ય ફલોટસ, મંડળો, ધુન મંડળો જોડાયા હતા. કાશીવિશ્વનાથ મંદિરથી સંતો મહંતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય ગીતાબા જાડેજા, અને નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યોએ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. કોલેજ ચોક, શ્યામવાડીચોક, ભુવનેશ્વરી રોડ, ખટારા સ્ટેન્ડ, કડીયાલાઇન, માંડવીચોક, મોટીબજાર, પાંજરાપોળ, જેલચોક, કુંભારવાડા, ભોજરાજપરા, સાઇડીંગ રોડ થઈ મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પુર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલે કરી મોટી આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ...

Advertisement

સાધુ, સંતો અને મહંતો શોભાયાત્રા જોડાયા

શોભાયાત્રામાં શહેર (Gondal)ના તમામ શિવ મંદિરોના સંતો મહંતો, સાધુ સમાજ નગર યાત્રામાં જોડાયા હતા. ગોંડલ (Gondal) ખાતે શિવજીની નગર યાત્રાનું સતત બીજા વર્ષે આયોજનમાં શહેરની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, મંડળો, અગ્રણીઓ, આગેવાનો સહિત ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Mahemdavad: સિહુંજમાં આવેલું છે પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર, શિવલિંગને લઈને આવી છે માન્યતા

Advertisement

નગર યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગોંડલ શહેર (Gondal City)માં ભવ્ય ભગવાન શિવજીની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર નગર યાત્રાના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો દ્વારા પુષ્પ અને હારતોરા કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, સરબત, આઈસ્ક્રીમ, કોલડ્રીંકસ અને ફ્રુટના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નવસારી અને વલસાડમાં જળબંબાકાર, CM Bhupendra Patel એ બંને જિલ્લાના કલેક્ટર સાથે કરી વાત

સમગ્ર યાત્રાના રૂટ પર ઝંડીઓ લગાવાઈ

આજરોજ ગોંડલ (Gondal) શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સતત બીજા વર્ષે પણ ભગવાન શિવજી ની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યાત્રા જે જે રાજમાર્ગો પર થી પસાર થવાની છે તે સમગ્ર રૂટ ને ધજા, પતાકા થી શણગાર કરવામાં આવ્યું હતું. તેમજ યાત્રા માં અંદાજે 500 જેટલા બાઈક અને કાર સવારો ઝંડી સાથે યાત્રામાં જોડાયા હતા.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advertisement

.