Shaifi Ujjama Arrest : NIA ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શફીની દિલ્હીમાં ધરપકડ, તેના પર 3 લાખ રૂપિયાનું હતું ઇનામ
NIA ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ શૈફી ઉજ્જમાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં શફી ઝડપાયો હતો. તેના માથા પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. તમને જણાવી દઈએ કે શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમા ISIS નો શંકાસ્પદ આતંકવાદી છે. ISIS ના આ મોડ્યુલને લઈને દિલ્હી પોલીસ આજે મોટો ખુલાસો કરશે. શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. શાહનવાઝની સાથે કેટલાક લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમા ઘણા સમયથી ફરાર હતો. અનેક એજન્સીઓ તેને શોધી રહી હતી. શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમા પુણે કેસમાં વોન્ટેડ હતો.
આતંકવાદી શફી કેવી રીતે પકડાયો?
આપને જણાવી દઈએ કે આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉજ્જમાની શોધમાં 30 સપ્ટેમ્બરે દિલ્હીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ઈનપુટ મળ્યો હતો કે શંકાસ્પદ આતંકવાદી દક્ષિણ પૂર્વ દિલ્હી વિસ્તારમાં રહે છે. આ આતંકીઓ અગાઉ પુણેમાં સક્રિય હોવાની માહિતી મળી હતી. પુણે કેસમાં પોલીસ ઘણી ધરપકડ કરી ચૂકી છે. પુણે કેસની તપાસ મલ્ટી એજન્સી કરી રહી છે. NIA, દિલ્હી પોલીસ અને પુણે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મોસ્ટ વોન્ટેડ આતંકી ફરાર હતો.
Delhi Police Special Cell arrests NIA's most wanted terrorist Shahnawaz alias Shafi Uzzama. NIA had placed a reward of Rs 3 lakhs on the arrested terrorist Shahnawaz, he was wanted in the Pune ISIS case. Shahnawaz, an engineer by profession, is a resident of Delhi, had escaped…
— ANI (@ANI) October 2, 2023
તમને જણાવી દઈએ કે આ પહેલા જુલાઈ મહિનામાં આતંકી શાહનવાઝ પકડાયો હતો. પરંતુ બાદમાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. શાહનવાઝ દક્ષિણ દિલ્હી વિસ્તારમાં ક્યાંક છુપાયો હોવાની માહિતી મળી હતી. આરોપ છે કે શાહનવાઝ પુણેમાં બ્લાસ્ટ કરાવવા માટે તેના બે સહયોગીઓને લાવ્યો હતો. જોકે, બંને ઝડપાઈ ગયા હતા. તે ઘટના બાદ શાહનવાઝની શોધ શરૂ થઈ હતી.
હવે કયા આતંકવાદીઓની શોધ ચાલી રહી છે?
ઉલ્લેખનીય છે કે પોલીસ અન્ય આતંકી રિઝવાનને પણ શોધી રહી છે. તે શાહનવાઝ ઉર્ફે શફી સાથે હોવાની માહિતી મળી હતી. રિઝવાન આ સમગ્ર આતંકવાદી મોડ્યુલમાં સામેલ છે અને હાલ તે ફરાર હોવાનું કહેવાય છે. તે જ સમયે, અન્ય એક આતંકવાદી અબ્દુલ્લા વિશે માહિતી મળી છે કે તે દેશ છોડીને ભાગી ગયો છે અને ઓમાન અથવા કોઈ ખાડી દેશમાં છુપાયેલો છે.
આ પણ વાંચો : UP ના દેવરિયામાં લોહિયાળ અથડામણ, એક વ્યક્તિની હત્યાનો બદલો લેવા 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા