Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવધર એરપોર્ટની સુરક્ષામાં ચૂક, ભાજપના સાંસદો સહિત 9 સામે ફરિયાદ

ઝારખંડના દેવઘર એરપોર્ટની સુરક્ષામાં ગેરરીતિના સંબંધમાં ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી સહિત 9 લોકો વિરુદ્ધ કુંડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એરપોર્ટ ડીએસપી સુમન અનનની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.31 ઓગસ્ટના રોજ ગોડ્ડાથી લોકસભાના સાંસદ નિશિકાંત દુબે, તેમના પુત્ર કનિષ્ક કાંત દુબે, મહિકાંત દુબે, સાંસદ મનોજ તિવારી, મુકેશ પાઠક, દેવતા પાંડે, પિન્ટુ
દેવધર એરપોર્ટની સુરક્ષામાં ચૂક  ભાજપના સાંસદો સહિત 9 સામે ફરિયાદ
ઝારખંડના દેવઘર એરપોર્ટની સુરક્ષામાં ગેરરીતિના સંબંધમાં ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી સહિત 9 લોકો વિરુદ્ધ કુંડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એરપોર્ટ ડીએસપી સુમન અનનની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.
31 ઓગસ્ટના રોજ ગોડ્ડાથી લોકસભાના સાંસદ નિશિકાંત દુબે, તેમના પુત્ર કનિષ્ક કાંત દુબે, મહિકાંત દુબે, સાંસદ મનોજ તિવારી, મુકેશ પાઠક, દેવતા પાંડે, પિન્ટુ તિવારી  બળજબરીથી દેવઘર એરપોર્ટની ATCમાં ઘૂસી ગયા હતા અને તેમના પ્રભાવનો ઉપયોગ કરી બળજબરી  ATC ક્લીયરન્સ લેવાનો આરોપ લગાવાયો છે. 
આ સિવાય દેવઘર એરપોર્ટના ડાયરેક્ટર સંદીપ ઢીંગરા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ડીએસપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, નિશિકાંત દુબે સહિત 9 લોકો 31 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન દ્વારા દેવઘર આવ્યા હતા. સાંજે પરત ફરતી વખતે દુબે સહિત અન્ય લોકો એટીસી રૂમમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.  દેવઘર એરપોર્ટ પર નાઇટ ટેક ઓફ અથવા લેન્ડિંગની સુવિધા નથી. ફરિયાદ મુજબ આ લોકો એટીસી રૂમમાં બળજબરીથી ઘૂસ્યા હતા.  મંજૂરી લીધા પછી સાંસદ અને તેમની સાથેના લોકો ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાછા ફર્યા.
ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટે બીજેપીનું ડેલિગેશન દુમકાની પીડિતા અંકિતાના પરિવારને મળવા આવ્યું હતું. જેમાં બીજેપી સાંસદ નિશિકાંત દુબેની સાથે દિલ્હીના સાંસદ મનોજ તિવારી અને કપિલ મિશ્રા સહિત ઘણા લોકો હતા. દુમકાથી નીકળતી વખતે તેઓ સાંજે લગભગ 5.15 વાગ્યે દેવઘર એરપોર્ટ પર પહોંચ્યા અને ક્લિયરન્સ લેવા માટે એટીસી રૂમમાં પ્રવેશ્યા.
બીજી તરફ  નિશિકાંત દુબેએ કહ્યું કે ઝારખંડ સરકાર નથી ઈચ્છતી કે દેવઘર એરપોર્ટ સરળતાથી ચાલે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માલિક અને દેવઘર એરપોર્ટના ડિરેક્ટર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોતાને સલાહકાર સમિતિના અધ્યક્ષ ગણાવતા નિશિકાંતે કહ્યું કે તેઓ એટીસી રૂમમાં જઈ શકે છે કારણ કે તેઓ એરપોર્ટની સલાહકાર સમિતિના અધ્યક્ષ છે. આ સિવાય ભાજપના સાંસદ મનોજ તિવારી નાગરિક ઉડ્ડયન સમિતિના સભ્ય છે.
નિશિકાંત દુબેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો એટીસી ક્લિયર ન થયું હોત તો પાયલોટનું લાઇસન્સ રદ થઈ ગયું હોત. તેમણે કહ્યું કે ફ્લાઈટ ઉડવા માટે માત્ર એક એટીસી લેવાની જરૂર નથી. દિલ્હી જવા માટે ચાર એટીસી ક્લિયર હોય છે, તો શું તમામ એટીસી જૂઠું બોલે છે? નાઇટ લેન્ડિંગના પ્રશ્ન પર તેમણે કહ્યું કે દેવઘરમાં સાંજે 6.06 વાગ્યે સૂર્યાસ્ત હતો અને અમારું વિમાન 6.17 વાગ્યે ઊડ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.