Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાની ભિખારીઓથી સાઉદી અરેબિયા પરેશાન, કહ્યું થોડી તો શરમ કરો

પાકિસ્તાની ભિખારીઓના ત્રાસથી પરેશાન સાઉદી અરબ હજયાત્રાના બહાને આવીને યાત્રીકો પાસે માંગે છે ભીખ પાકિસ્તાનને અનેક વખત ચેતવણી આપવામાં આવી છતા Pakistani Beggars in Saudi Arabia : પાકિસ્તાનના ભિખારીઓ હજ યાત્રીઓ તરીકે સાઉદી અરેબિયા પહોંચી રહ્યા છે. આથી સાઉદી...
પાકિસ્તાની ભિખારીઓથી સાઉદી અરેબિયા પરેશાન  કહ્યું થોડી તો શરમ કરો
  • પાકિસ્તાની ભિખારીઓના ત્રાસથી પરેશાન સાઉદી અરબ
  • હજયાત્રાના બહાને આવીને યાત્રીકો પાસે માંગે છે ભીખ
  • પાકિસ્તાનને અનેક વખત ચેતવણી આપવામાં આવી છતા

Pakistani Beggars in Saudi Arabia : પાકિસ્તાનના ભિખારીઓ હજ યાત્રીઓ તરીકે સાઉદી અરેબિયા પહોંચી રહ્યા છે. આથી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેના જવાબમાં પાકિસ્તાને પણ તેની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Surat : મેઘાની તોફાની બેટિંગ! ઉધના, વેસુ, જૂની RTO રોડ પર ઘૂંટણસમા પાણી!

પાકિસ્તાની ભિખારીઓથી પરેશાન અનેક દેશ

Saudi Arab Warning For Pakistan : તમારા ભિખારીઓને અમારા દેશમાં ન મોકલો. તેઓ અહીં હજ યાત્રાની આડમાં આવી રહ્યા છે. તેનાથી તમારા દેશની ઈમેજ જ ખરડાઇ રહી છ. સાઉદી અરેબિયાએ ચેતવણીના સુરમાં આ વાત કહી હતી. પોતાના પાડોશી દેશ પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું કે, તીર્થયાત્રીઓ તરીકે દેશમાં પ્રવેશતા પાકિસ્તાની ભિખારીઓથી તેઓ ખુબ ચિંતિત છે. પાકિસ્તાન હજયાત્રાના બહાને પોતાના ભિખારીઓ અહીં ન મોકલે.

Advertisement

આ પણ વાંચો : 'માથા પર ગોળી કેવી રીતે વાગી', HC એ Badlapur એન્કાઉન્ટર પર પોલીસને પૂછ્યા 5 તીખા સવાલો

ટ્રાવેલ એજન્સીઓને કડક સુચના આપવામાં આવી

ચેતવણીના જવાબમાં, પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ટ્રાવેલ એજન્સીઓને આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે સૂચના આપી છે. 'ઉમરાહ એક્ટ'ની યોજના બનાવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી હજ યાત્રાના બહાને ભિખારીઓને સાઉદી અરેબિયા મોકલતા નેટવર્ક સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેનો હેતુ પાકિસ્તાનની છબીને કલંકિત થવાથી બચાવવા અને યાત્રાળુઓને કોઈપણ કારણોસર અસર ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

Advertisement

આ પણ વાંચો : શું તમારા બાળકો પણ પ્લે સ્કૂલમાં જાય છે! થયો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાન સરકારે તેના જવાબમાં આદેશ આપ્યા છે

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયાએ ધાર્મિક યાત્રાની આડમાં પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાના અધિકારીઓએ ઈસ્લામાબાદને વિનંતી કરી છે કે, તેઓ આ ભિખારીઓને રોકવા માટે પગલાં ભરે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નહીં આવે તો પાકિસ્તાની ઉમરાહ અને હજ યાત્રીઓ પર તેની નકારાત્મક અસર પડશે.

આ પણ વાંચો : Ahmedabad : વક્ફની જેમ હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ : મહંત પરમાત્માનંદજી સરસ્વતી

પાકિસ્તાને ફરી કડક કાર્યવાહીનો ડોળ શરૂ કર્યો

સાઉદી હજ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ચેતવણીના જવાબમાં, પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ટ્રાવેલ એજન્સીઓ અને કેન્દ્રીય તપાસ એજન્સીને આદેશ જારી કર્યા. સાઉદી અરેબિયાના રાજદૂત નવાફ બિન સઈદ અહેમદ અલ-મલ્કી સાથેની બેઠકમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ખાતરી આપી હતી કે સાઉદી અરેબિયામાં ભિખારીઓ મોકલવા માટે જવાબદાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) ને નેટવર્ક પર ક્રેક ડાઉન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે મોહસિને કહ્યું હતું કે તે પાકિસ્તાનની છબીને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : Navsari: બોયફ્રેંડ સાથે હોટલમાં ગયેલી યુવતીનું શરીરસુખ માણતા થયું મોત...

પકડાયેલા ભિખારીઓ મોટાભાગે પાકિસ્તાની નાગરિકો હતા

ઓવરસીઝ પાકિસ્તાની સેક્રેટરી ઝીશાન ખાનઝાદાએ જણાવ્યું કે, પાકિસ્તાની ભિખારીઓ તીર્થયાત્રાની આડમાં મધ્ય પૂર્વીય દેશમાં જાય છે, જેમાંથી મોટાભાગના ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જાય છે અને ત્યાં ભીખ માંગવાનું શરૂ કરે છે. ભીખ માંગતા ઝડપાયેલા ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાની છે. નાગરિક તાજેતરમાં FIAએ કરાચી એરપોર્ટ પર સાઉદી અરેબિયાની ફ્લાઈટમાંથી 11 કથિત ભિખારીઓને ઉતાર્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યાત્રાળુઓના વેશમાં આવેલા 16 ભિખારીઓની ધરપકડ કરવામાં આવી હતી. મક્કાની ગ્રાન્ડ મસ્જિદની અંદરથી પકડાયેલા મોટા ભાગના પોકેટ પાકિસ્તાની નાગરિકો છે.

આ પણ વાંચો : VADODARA : ગોત્રીમાં તળાવ કિનારે ડેબરીઝ નાંખી સાંકડુ કરવાનો કારસો, મોડે મોડે તંત્ર જાગ્યું

Tags :
Advertisement

.