Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાસણ ગીરનું જંગલ ચાર માસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્યું, પહેલી ટ્રિપને લીલી ઝંડી આપી રવાના કરાઇ

સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયુ છે. આજથી સાસણમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શનની શરૂઆત થઇ છે. મહત્વપૂર્ણ છે કે 16 જૂનથી લઇ 15 ઓક્ટોબર સુધી સાસણગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ હોય છે, કારણ કે આ સમયગાળો સિંહોનો સંવનનકાળ હોય છે.. ચાર...
સાસણ ગીરનું જંગલ ચાર માસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્યું  પહેલી ટ્રિપને લીલી ઝંડી આપી રવાના કરાઇ

સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયુ છે. આજથી સાસણમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શનની શરૂઆત થઇ છે. મહત્વપૂર્ણ છે કે 16 જૂનથી લઇ 15 ઓક્ટોબર સુધી સાસણગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ હોય છે, કારણ કે આ સમયગાળો સિંહોનો સંવનનકાળ હોય છે.. ચાર મહિના સુધી સાસણગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ હોવાથી લોકોમાં હાલ સિંહોના દર્શનનો એટલો ઉત્સાહ છે કે ડિસેમ્બર સુધી ઓનલાઇન પરમીટ પેક થઇ ચૂકી છે.

Advertisement

ગત સિઝનમાં રેકોર્ડ બ્રેક સાડા સાત લાખ જેટલા પ્રવાસીઓએ સાસણગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આજે વહેલી સવારે સાસણ ડીસીએફ ડો. મોહનરામ તેમજ વન્ય કર્મીઓ દ્વારા સિઝન ખુલ્યા બાદના પ્રથમ પ્રવાસીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયુ હતું.. અને જંગલ સફારીની પહેલી ટ્રિપને લીલી ઝંડી આપી રવાના કરાઇ હતી. પ્રવાસીઓની સુવિધા વધારતા સાસણમાં 100 નવી જિપ્સીવાન કાર્યરત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.